________________
૩૯૪
- શ્રી ભગવતી સૂત્રસાર સંગ્રહ ભા. ૩ નીકળેલી રેતીને જોઈ વૈજ્ઞાનિક કહેશે કે આમાં સુવર્ણનું મિશ્રણ છે, અહીં આવે પ્રશ્ન સુલભ બની શકે છે કે ખાણમાંથી માટી અને તેનું કેણે ભેગું કર્યું? ક્યારે કર્યું? ક્યા સાધનથી કર્યું? શા માટે કર્યું ? તેને સાક્ષી કેણ છે? આપણે સમજી શકીએ છીએ આ બધા પ્રશ્નો નવરા માણસેના જ હોઈ શકે છે. જેનાં જીવનમાં આત્મકલ્યાણની સાધના નથી તેવા નવરા માણસો જ સંસાર માટે અભિશાપ છે. કેમકે સંસારમાં આજે પણ એવા પદાર્થો છે કે જેને નિર્ણય અનાદિકાળથી આજ સુધી પણ કેઈએ કર્યો નથી. કબૂતરી પહેલા? કે અંડુ પહેલા? આ પ્રશ્નનો નિર્ણય ૩૩ કરેડ દેવે ભેગા મળીને પણ કરી શકે તેમ નથી. કેમકે સંસારમાં કબૂતરી ન હોય તે અંડુ ક્યાંથી આવ્યું અને અંડુ ન હોય તે કબૂતરી ક્યાંથી આવી? પણ આવા પ્રસંગમાં સંસારના નવરા માણસને જીભાજોડી કરીને, ડંડાડુંડી કરીને સંસારના માનને વૈર-વિરોધની હેળીમાં પટકીને છેવટે થાક્યા પછી કહ્યાં વિના છુટકારે જ નથી કે કબૂતરી અને અંડુ અનાદિકાળના છે; સુવર્ણ અને માટી પણ અનાદિકાળના છે, તેવી રીતે જીવ સાથે મિશ્રિત થયેલા કર્મો પણ અનાદિકાળના છે. અનાદિકાળના પ્રવાહથી જીવ સકર્મક છે. તે કર્મો લાગવાનું કારણ બતાવતાં સૂત્રકારે જીવને ત્રીજો વિશેષણ “સરાગ” મૂક્યો છે.
સરાગ જીવને કર્મો કેવી રીતે લાગશે?
આ જવાબમાં કહેવાયું છે કે, જ્યાં રાગ હોય છે ત્યાં શ્રેષની પણું હાજરી હોય જ છે.” ઘી, તેલ, કે રેગાનની ચીકાશવાળા પદાર્થ પર ધૂળ આદિના રજકણ ચોંટ્યા વિના રહેતા નથી. તેમ રાગ-દ્વેષની ચીકાશવાળા આત્મા પર કમની વર્ગણા