________________
શતક ૧૮ મુંઃ ઉદ્દેશક-૧
૪૧૩ પ્રાપ્ત કરે તે અપેક્ષાએ પ્રથમ જાણવું. અને વમન કરાયેલું સમ્યકત્વ બીજી વાર પ્રાપ્ત કરે તે અપેક્ષાએ અપ્રથમ જાણવું. એકેન્દ્રિયેને છેડી વૈમાનિક જી સુધી આ વાત જાણવી. કેમ કે તેમને સમ્યકત્વ નથી. વિકલેન્દ્રિયને સાસ્વાદ ગુણઠ્ઠાણુની અપેક્ષાએ અપર્યાપ્તાવસ્થામાં સમ્યક્ત્વ થાય છે. આ કારણે સૂત્રમાં એકેન્દ્રિયોને છોડ્યા છે. શેષ જીવે બંને છે.
સિદ્ધ –સમ્યગ્દષ્ટિભાવથી પ્રથમ છે કેમ કે સિદ્ધત્વ સહચરિત્ર સમ્યગ્દર્શન, મોક્ષગમન પ્રથમ પ્રાપ્ત થાય છે.
સંયતકાર-એક અને બહુવચનને આશ્રય કરી કદાચ પ્રથમ અને અપ્રથમ પણ હોય છે. બીજા અનેક જીની અપેક્ષાએ એક જીવ પ્રથમ અને અપ્રથમ હોય છે. અસંયત જીવ અપ્રથમ છે.
આ પ્રમાણે સંયતાસંયત પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય એક અને બહુવચનની દૃષ્ટિએ પ્રથમ અને અપ્રથમ હોય છે. પ્રથમવાર દેશવિરતિની અપેક્ષાએ પ્રથમ અને ભવભ્રમણમાં અપ્રથમ હોય છે. એટલે કે આ ભવથી પહેલા પણ જીવે દેશવિરતિ પ્રાપ્ત કરેલી છે.
કષાયદ્વાર -અનાદિ કાળથી જીવ કષાયી હોવાથી અપ્રથમ છે. જ્યારે અકષાયી જીવ યથાખ્યાત ચારિત્રની પ્રથમ પ્રાપ્તિમાં પ્રથમ છે અને બીજીવાર યથાાત ચારિત્રની અપેક્ષાએ અપ્રથમ છે.
સિદ્ધના જીવે પ્રથમ છે.