________________
શતક ૧૮ મું: ઉદ્દેશક-૪
૪૩૧ ચૌદમું કષાયપાદ જેવા માટેની ભલામણ કરી છે. ત્યાં કષાચેના ભેદાનભેદ બતાવી દીધા પછી આઠ કર્મોના ભૂત-ભવિષ્ય અને વર્તમાનકાળને આશ્રય કરી તેમને ચય-ઉપચય બંધ ઉદીરણ–વેદન અને નિર્જરા શબ્દોનું આયેાજન કરી તેમનાંથી થતાં આલાપકે આ પ્રમાણે સમજવાં.
ચારે કષાયેના કારણે જીવે આઠે કર્મોને ચય કરે છે, કર્યો છે અને કરશે.
ઉપચય કરે છે, ઉપચય કર્યો છે અને ઉપચય કરશે. બંધન કર્યું છે, બંધન કરે છે અને કરશે. ઉદીર્ણ કર્યા છે, કરે છે અને કરશે. વેદન કર્યું છે, કરે છે અને કરશે. તેવી રીતે નિરણ કર્યું છે, કરે છે અને કરશે.
વૈમાનિકે માટે પણ ઉપર પ્રમાણે જાણવું. નારકને આઠે કર્મોને ઉદય રહે છે અને ઉદિત કર્મો નિર્જરાને પામે છે.
સારાંશ કે જીવમાત્રને સત્તામાં રહેલા અને ગમે તે કારણે કે પિતાની મેળે ઉદયમાં આવેલા ચારે કષાયે વેરાઈને નિજીર્ણ થશે. એટલે ઉદયમાં આવેલા કર્મો નિજીર્ણ થાય છે. આ પ્રશ્નોત્તરને આટલે જ ખુલાસે અને સારી છે કે પ્રવાહબદ્ધ કર્મો પ્રતિ સમયે ઉદયમાં આવે છે અને નિર્જરા પામીને આત્મપ્રદેશથી છુટા પડે છે. તે સમયે જીવાત્માને યદિ મેહમિથ્યાત્વ માયા કે સંસાર પ્રત્યેને રાગ રહેશે તે પહેલાના ઉદયમાં આવેલા કષાયે નાશ પામશે પણ બીજા ભયંકર કર્મો પણ બંધાવવાની લાયકાત ઉભી કરીને સમાપ્ત થશે.