________________
૩૯૧
શતક ૧૭ મું : ઉદ્દેશક-૨ તે પણ ઠીક નથી. કેમકે ઘટ અને કળશની જેમ દ્રવ્ય અને પર્યાયમાં પણ ભેદની ઉપલબ્ધિ નથી. કદાચ દ્રવ્ય અને પર્યાયની જ્ઞાનલબ્ધિ જૂદી જૂદી થવાનાં કારણે તમને ભિન્નતા લાગશે. પરંતુ એ પણ ઠીક નથી કેમકે દ્રવ્ય અને પર્યાયમાં ભેદ કેવળ અનુવૃતિ અને વ્યાવૃતિ પ્રત્યયિક છે અને કેવળ પ્રતિભાસ કાળ પર્યન્ત જ રહે છે. જેમકે આ ઘડે છે, આ ઘડો છે, આ પ્રમાણે અનુવૃતિ રૂપે ઘટાકારમાં ઘટનું જ્ઞાન થાય છે, જ્યારે આ ઘડો આનાથી જૂદ છે. રંગે-આકારે જૂદો ઈત્યાદિક વ્યાવૃતિ રૂપે ઘટાકારમાં ઘટના પર્યાનું જ્ઞાન થાય છે. માટે દ્રવ્યથી પર્યાય ભિન્ન નથી, પર્યાયથી દ્રવ્ય પણ ભિન્ન નથી. આ પ્રમાણે જ્ઞાન–દર્શન ઉપગમાં પણ જે જીવ છે તે જ જીવાત્મા છે.
ભગવંતની યથાર્થ વાણી સાંભળીને સૌ ખુશ થયા. રૂપીદેવ શું અરૂપી અવસ્થામાં રહી શકે છે?
ગૌતમસ્વામી પૂછે છે કે પ્રભે! મહદ્ધિક, મહાસુખી, મહાતિવંત, મહાયશસ્વી અને જબરદસ્ત શક્તિને ધારક દેવ ક્રિયકરણ પહેલા જ જે રૂપી છે તે પિતાના આત્માને અમૂર્ત (અરૂપી) બનાવીને રહેવા માટે સમર્થ છે? સારાંશ કે દેવનિ પ્રાપ્ત દેવ રૂપી હોવા છતાં પણ અરૂપી બનીને દેવલેકમાં રહી શકે છે.
આ | મનાઈ ફરમાવતાં ભગવતે કહ્યું કે હે ગૌતમ! સંસારના જે ભાવે છે તેને હું યથાર્થ જાણુ છુ, યર્થાથ રૂપે જોઉં છું, શ્રદ્ધાના વિષયભૂત બનાવું છું, કેવળજ્ઞાનથી જાણું છું અને સારી રીતે જોઉં છું. પહેલા પણ વસ્તુની યથાર્થતા જાણું