________________
૩૯૦
- શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પૂછે છે કે હે પ્રભો ! જીવ અને જીવાત્માને ભિન્ન માનનારા ઉપર્યુક્ત વિષયમાં આ૫ શ્રીમાન શું ફરમાવે છે? એટલે કે આમાં સત્ય શું છે?
જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે હે ગૌતમ! જીવ અને જીવાત્માને ભિન્ન માનવાની તેમની કથની સર્વથા ભ્રાન્ત છે, મિથ્યા છે. આ વિષયમાં હું એમ કહું છું કે પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શન સુધીની ક્રિયાઓને કરવાવાળા જે જીવાત્મા છે તે જ જીવ છે, કેમકે શરીરયુક્ત જીવ જ જીવાત્મા કહેવાય છે. શરીર અને જીવાત્મામાં અત્યન્ત ભેદ માનવામાં આવે તે શરીર દ્વારા ભેગવાયેલા પદાર્થોનું વિજ્ઞાન જીવને શી રીતે થશે? તથા શરીરે કરેલા પાપેને આત્મા શા માટે ભેગવશે? શરીર કર્મ કરે અને આત્મા તેને ફળને ભગવે તે “અકૃતાભ્યાગમ” નામને દોષ માથા ઉપર સવાર થઈ બેસશે. તે આ પ્રમાણે આત્માએ જ્યારે કાંઈ પણ પાપ કર્યું નથી તે ફળ ભેગવવાનું શી રીતે આવશે? “કોલસે રામજીભાઈ ખાય અને કાળું મોટું લાલજીભાઈનું થાય” આવું કોઈ કાળે બન્યું નથી અને બનતું નથી. બંનેને જૂદા માનવામાં શરીરના કરેલા પાપોનું સંવેદન જીવ ને થઈ શકે જ નહી. તેમ છતાં પણ સંસારના જીવ માત્રને પ્રત્યક્ષ કરતાં ફળનું સંવેદન આત્માને જ થાય છે, માટે જીવ અને શરીર સર્વથા ભિન્ન હોઈ શકે નહી. તેવી રીતે સર્વથા અભિન્ન માનવામાં આવે તે શરીર સાથે આત્માને પણ ભસ્મસાત થવાને પ્રસંગ આવશે જે કેઈને પણ ઈષ્ટ નથી, માટે શરીરે અને જીવભિન્નભિન્ન છે. " દ્રવ્ય અને પર્યાયમાં પણ અત્યન્સ ભેદની કલ્પના કરવી
.:
, ,