________________
૩૮૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હઈ શકતું નથી. જૈન શાસનને પામેલાં ઘણા ગૃહસ્થાશ્રમે કદાચ ગુરૂઓ પાસે વ્રત ન લઈ શકે, તે પણ તેઓ ઘણા ઘણા પાપમાંથી આજે પણ મુક્ત છે. જ્યારે કેઈ પણ જાતની વ્રત મર્યાદા વિનાના જીવોના જીવનમાં પાપના બધાએ માર્ગો ઉઘાડા છે, અથવા જે પાપ જ છે તેમને પાપ માનવા જેટલી પણ તેમનામાં જ્ઞાનશક્તિ નથી માટે હશે હશે તેઓ પાપરત દેખાય છે. તેમનાં ખાનપાનમાં, સ્નાન–પાણીમાં, વ્યાપાર-રોજગારમાં, ઊઠવા-બેસવામાં ક્યાંય પણ મર્યાદા નથી. આ કારણે સર્વથા પાપત્યાગ વિનાના છ જ એકાંતબાળ કહેવાય છે. પરંતુ શ્રમણોપાસકે એકાંતબાળ નથી પણ બાળપંડિત કહેવાશે.
નારકથી લઈને ચાર ઈન્દ્રિય સુધીના છ સર્વથા બાળ જ છે.
પંચેન્દ્રિય તિયચબાળ અને બાળપંડિત હોય છે, પણ સર્વવિરતિના અભાવમાં પંડિત હેતા નથી. મનુષ્ય પણ આ જ પ્રમાણે જાણવા. દેવે પણ પંડિત નથી. જીવ અને જીવાત્મા શું ભિન્ન ભિન્ન છે?
હે સત્યદષ્ટ ભગવાન મહાવીર ! અન્ય યુથિકે (બીજા દર્શનવાળાએ) આ પ્રમાણે કહે છે કે-પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શનશલ્ય સુધી ૧૮ પાપસ્થાનકમાં વર્તમાન પ્રાણીને જીવ જૂદે છે અને જીવાત્મા જૂદ છે. જીવ અને શરીરને અનન્ય ભેદ માનનારા તેઓ કહે છે કે “ વાવતિ પ્રાળા ઘરથતીતિ નીવ:” આ ઉક્તિથી જીવ શબ્દને અર્થ શરીર લેવું જોઈએ કેમકે બંનેના ધર્મો જુદા હોવાના કારણે શરીરથી જીવાત્મા જૂદ છે. માટે શરીરને અધિષ્ઠાતા ચૈતન્યમય અને