________________
શતક ૧૨ મું : ઉદ્દેશક-૨
કૌશાંબી નગરી
આ ચાલુ અવસર્પિણ કાળમાં ચોથા આરે લગભગ પૂરો થવા આવ્યું હતું, તે કાળે સાક્ષાત્ અરિહંત સ્વરૂપ, ચરમ તીર્થંકર તથા દ્રવ્યદેવ નરદેવ અને ભાવદેવથી પરિપૂજિત દેવાધિદેવ ભગવાન મહાવીર સ્વામી જ્યારે વિચારતા હતા, તે સમયે કૌશાંબી નામની નગરી હતી, જ્યાં ઉદાયન નામે રાજા હતા, જે સહસાનીક રાજાને પ્રપુત્ર, શતાનીક રાજાને પુત્ર, ચેટક મહારાજાની પુત્રીને પુત્ર, મૃગાવતીદેવીને પુત્ર અને જયંતી શ્રમણોપાસિકાને ભત્રીજો તે હતે. .
મૃગાવતીદેવી પણ સહસ્ત્રાનીક રાજાની પુત્રવધૂ, મહાપરાક્રમી શતાનીક રાજાની ધર્મપત્ની, ચેડા રાજાની પુત્રી, ઉદાયન રાજાની માતા અને જયંતી શ્રાવિકાની ભેજાઈ થતાં હતાં. તેઓ સુકુમાર અંગવાળાં સર્વાંગસુંદર અને સતિ શિરોમણિ હતાં. તથા ત્યાં જયંતી નામ શ્રમણે પાસિકા હતી, જે સહસાનીક રાજાની પુત્રી, શતાનીક રાજાની બહેન, ઉદયન રાજાની ફેઈ અને મૃગાવતીદેવીનાં નણંદ થતાં હતાં.
તે દેવાધિદેવ ભગવાન મહાવીર સ્વામીનાં સાધુ સાધ્વીએની પ્રથમ શય્યાતર શ્રાવિકા હતાં. ભગવાન મહાવીરસ્વામીના ઉદયકાળ પહેલાં ચેડા મહારાજા પાર્શ્વનાથ પ્રભુના અનન્ય ઉપાસક હતા. પછીથી કેવળજ્ઞાન પામેલા ભગવાન મહાવીરસ્વામીના અનન્ય ભક્ત બનવા ઉપરાંત અહિંસા-સંયમ તથા