________________
શતક ૧૨ મુંઃ ઉદ્દેશક–૧૦
૧૪૩ સકષાય મિથ્યાષ્ટિમાં જ્ઞાનને અભાવ છે અને સમ્યદષ્ટિમાં સભાવ છે માટે જ્યાં કષાય છે ત્યાં જ્ઞાનની ભજના. પણ જે જ્ઞાની હોય છે ત્યાં કષાયમુક્તિ અને કષાય સહિતતા પણ હોય છે.
કષાય અને દર્શનને સંબંધ પણ ઉપર પ્રમાણે જાણ.
કષાયેના સદૂભાવમાં ચારિત્ર હોય છે અથવા નથી દેતું. જેમ પ્રમત્ત અર્થાત્ છઠ્ઠા ગુણસ્થાનકે રહેલા મુનિઓમાં ચારિત્ર હોય છે પણ કષાય માટે ભજના જાણવી. અસંયત એટલે સમ્યગદષ્ટિ અવિરત તથા મિથ્યાદષ્ટિમાં કષાય હોય છે પણ ચારિત્ર હેતું નથી. અને યથાખ્યાત ચારિત્ર સંપન્ન મુનિને ચારિત્ર હોય છે પણ કષાય નથી.
આ સૂત્રની ટીકામાં વિદ્વવર્ય મુનિરાજ શ્રી ઘાસીલાલજી મહારાજે સ્વકીય ભગવતીસૂત્રના ૧૦મા ભાગમાં ૩૭૦મા પાના પર “હ્યાન્નાહિત પ્રમત્તયતીનામિવ સંવષાયાન” યદ્યપિ અભયદેવસૂરિજીના કથનને અનુકૂળ શબ્દો જ છે, છતાં પણ અભયદેવસૂરિજીના સમય દરમ્યાન યતિ શબ્દ મુનિ વાચક હતે જે પંચ મહાવ્રત આદિ સંયમ ગુણેને સાર્થક કરતે હોવાથી તે સમયના ઇતિહાસમાં યતિ શબ્દ મુનિનો પર્યાય મનાતું હતું. જ્યારે આ વર્તમાન સમયમાં જ્યારે ઘાસીલાલજી મહારાજ વિદ્યમાન હતા અને ભગવતીસૂત્ર પર સંસ્કૃત હિન્દી અને ગુજરાતી ટીકા લખી રહ્યા છે તે દરમ્યાન યતિસંસ્થા મુનિ સંસ્થાથી સર્વથા ભિન્ન છે, જેમનાં જીવનમાં વ્રત નથી પણ સ્નાન પાણી, મેટર સવારી આદિ બધા યે સાવદ્ય કાર્યોની છૂટ છે અને મોટે ભાગે તે લગ્ન સંબંધવાળા છે, આવી સ્થિતિમાં યતિ શબ્દને ઉપગ મુનિના પર્યાયમાં કર તે સર્વથા અયુક્ત છે.