________________
શતક ૧૪ મું : ઉદ્દેશક-૨
૨૪૯ નાના રૂપાળા છેકરાઓની સાથે ગયા ભવમાં કરેલી ગંદી ચેષ્ટાઓના પાપે તમે નપુંસક બન્યા છે.” - અસુરકુમારેમાં બે જાતને ઉન્માદ સમજ. તેમાં મહદ્ધિક બીજા દેવે પિતાનાથી નીચેના દેવે ઉપર અશુભ પુદ્ગક્ષેપ કરે છે અને મેહને ઉન્માદ પણ પહેલાની જેમ કલ્પી લે.
પાંચે સ્થાવર, વિલેન્દ્રિય, પંચેન્દ્રિય, તિર્યંચ અને મનુષ્યમાં બંને જાતને ઉન્માદ સમજ. તથા વ્યંતર,
તિષી અને વૈમાનિકો માટે પણ ઉપરની જેમ કલ્પી લે. દેવાની વૃષ્ટિકાયકરણની વકતવ્યતા ઃ
હે પ્રભવર્ષા ઋતુમાં વરસનારે મેઘ અને જિન જન્મોત્સવ આદિ પ્રસંગે પર્જન્ય એટલે ઈન્દ્ર મહારાજ શું વરસાદ વરસાવે છે? પ્રભુએ “હા” માં જવાબ આપે છે, ત્યારે ગૌતમસ્વામીએ ફરી પૂછયું કે, “હે પ્રભો! જ્યારે ઈન્દ્રને વર્ષા કરવાની ભાવના થાય ત્યારે કેવી રીતે વર્ષા કરે છે?” ભગવંતે કહ્યું: “ઈન્દ્ર સૌથી પહેલા આભ્યન્તર સભાના દેવેને બેલાવે છે, તે દેવે મધ્ય સભાના દેને, તેઓ બાહ્ય સભાના દેને, તેઓ સભાની બહારના દેને, તેઓ આભિયોગિક (સેવક જેવા) દેવેને અને તેઓ પણ વૃષ્ટિકારક દેવેને બેલાવે છે. તે દેવે અપકાયની વર્ષા કરે છે, જ્યારે અસુરકુમારના દેવે અરિહંતેના જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક જ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણકના સમયે, વર્ષા કરે છે. આ પ્રમાણે નાગકુમારાદિ, વ્યંતર, જ્યોતિ અને વૈમાનિકે પણ અપકાયની વર્ષા કરે છે.