________________
૨૯૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દ્વારા આગળ વધતાં મુનિએ છેવટે સંપૂર્ણ કર્મોને ક્ષય કરી નિર્વાણ પામે છે.
નોંધ :-જ્ઞાનસારમાં મહોપાધ્યાયજી પણ સાક્ષી આપી રહ્યાં છે કે –
'तेजोलेश्या विवृद्धिर्या साधोः पर्यायवृद्धितः । भाषिता भगवत्पादौ सेत्थ भूतस्य युज्यते ॥'
એટલે કે “સંયમારાધનમાં પુર્ણરૂપે એકાગ્ર થયેલા મુનિરાજેને જે આત્મિક સુખ અને તેજલેશ્યાની પ્રાપ્તિ થાય છે તે દેવેને પણ પ્રાપ્ત થતી નથી, કેમકે સંયમી આત્માનું લક્ષ્ય–ધ્યાન કેવળ તીર્થકર ભગવંતેના ઉપદેશેલા અને બતાવેલા મેક્ષ માર્ગમાં હોવાથી તેઓ સંસાર, તેની માયા, સંસારીઓની ખટપટ આદિના વ્યાવહારિક કાર્યોમાં સર્વથા ઉદાસીન કે મૌન જ હોય છે, માટે તેમને તેજલેશ્યાની વૃદ્ધિ થતી રહે છે.
આ વેશ્યાના બે કાર્ય છે -(૧) અનુગ્રહ, (૨) શાપ.
જીવ માત્રના પરમ મિત્ર હોવાના કારણે સંયમી આત્મા કોઈને પણ શાપ દેતું નથી અને પરમ પવિત્ર જીવન હેવાના કારણે તે સંયમી આત્માના એક એક પ્રદેશમાંથી જીવ માત્રની કલ્યાણ ભાવના જ પ્રકાશિત થતી હોય છે.
જ
શતક ૧૪ નો ઉદ્દેશો નવમે પૂર્ણ.