________________
૩પર - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ આ બંને ભાષાવ્યવહારે સ્યાદ્વાદ દષ્ટિએ સત્ય છે. આ પ્રમાણે મિથ્યાદષ્ટિ દેવને પરાજિત કરી તે સમ્યગદષ્ટિ દેવે અવધિજ્ઞાનને ઉપગ મૂક્યો. જેથી તેને વિચાર થયે કે કેવળજ્ઞાનના માલિક ભગવાન મહાવીરસ્વામી “ઉત્સુકતીર” ગામના જખૂક ચૈત્યમાં બિરાજમાન છે, હું ત્યાં જાઉં અને સત્યાર્થ જાણું, આવું વિચારીને તે દેવે પણ ત્રણ પરિષદા, સાત અનીક, સાત સેનાપતિ, સોળ હજાર આત્મરક્ષક દેવદેવીઓ સાથે પરમાત્માને વંદન કરવા માટે પ્રસ્થાન કર્યું. પણ તે વાત ઈન્દ્રને સહન નહિ થવાથી તે ઉતાવળમાં ચાલ્યા ગયે છે. ગંગદત દેવનું આવવું અને શંકારહિત થવું :
ત્યારપછી તે સમ્યગુદષ્ટિસંપન્ન ગંગદત નામે દેવ સમવસરણમાં આવ્યું અને નમન-વંદન કરીને મિથ્યાદષ્ટિ દેવ સાથેની ચર્ચા અને પિતે આપેલા જવાબ કહીને પૂછયું કે
પ્રભે! મેં તે દેવને જે કહ્યું તે સાચું છે? ત્યારે ભગવતે કહ્યું કે હે ગંગદત દેવ ! હું પણ એ જ પ્રમાણે કહું છું કે પરિણામ પામતા પુદ્ગલે પરિણત છે, પણ અપરિણત નથી. પ્રસન્ન થયેલા તે દેવને પ્રભુએ ધર્મોપદેશ કર્યો અને સૂર્યાભદેવની જેમ તે દેવે પૂછયું કે હે પ્રભે! ભવસિદ્ધિક છું ? સમ્યગદષ્ટિ છું ? પરિતસંસારી છું? સુલભબોધી છું? આરાધક છું? ચરમ છું? આ બધા પ્રશ્નોના જવાબ સૂર્યાભદેવને આપેલા જવાબની જેમ સમજવા.
ત્યાર પછી ગૌતમસ્વામીએ ભગવાનને પૂછ્યું કે હે પ્રભો! ગંગદત દેવની તે દેવત્રાદ્ધિ યાવત્ ક્રાંતિ દેખતાં દેખતાં ક્યાં ગઈ? ભગવંતે કહ્યું કે જેમ કૂટાકાર શાળાની બહાર