________________
શતક ૧૬ મુ: ઉદ્દેશક-૧૧
દ્વીપકુમાર માટેની વક્તવ્યતા :
હે પ્રભો ! દ્વીપકુમાર દેવા શુ' સમાન આયુષ્ય આહાર અને ઉચ્છવાસ તથા નિઃશ્વાસવાળા હેાય છે ? જવાબમા સૂત્રકારે પ્રથમ શતકના બીજા ઉદેશાને જોવાની સલાહ આપી છે. મતલબ કે તેઓ સમાન આયુષ્ય અને આહારાદિવાળા નથી.
દ્વીપકુમારને કૃષ્ણ, નીલ, કાપાત અને તેજોલેસ્યા રૂપે ચાર લેશ્યાએ હેાય છે. તેોલેશ્યાવાળા દ્વીપકુમારો ઓછા છે, તેનાથી કાપાત લેશ્યાવાળા વિશેષ-અધિક છે. નીલ લેસ્યાવાળા તેનાથી પણ વધારે અને કૃષ્ણુલેસ્યાવાળા તેનાથી પણ વધારે છે.
કૃષ્ણલેસ્યાના દ્વીપકુમારા કરતાં આગળ આગળની લેશ્યાવાળા દ્વીપકુમારા વધારે સમૃદ્ધિવંત છે.
શતક ૧૬ના ઉદ્દેશ્ના અગ્યારમા પૂર્ણ