________________
શતક ૧૭ મું : ઉદ્દેશક-૨
સંયતાદિ શું ધર્મ–અધમ અને ધમધર્મમાં સ્થિત છે? હે પ્રભુ! સંયતે શું ધર્મમાં સ્થિત છે?
અસંયતે શું અધર્મમાં સ્થિત છે?
અને સંયતાસંયત શું ધર્માધર્મમાં સ્થિત છે? જવાબમાં ભગવંતે “હા” કહી છે.
સૂત્રમાં “સંનય fa gfca qવાલાએ gવજો” છે. આના ત્રણ વિભાગે પડે છે. (૧) સંયત વિરત પાપકર્મા (૨) પ્રતિહત પાપકર્મા (૩) પ્રત્યાખ્યાન પાપકર્મા. આ ત્રણેને ભાવાર્થ નીચે પ્રમાણે છે: .
(૧) સંયત વિરત પાપકર્મા -એટલે કે પ્રચંડ પુરૂષાર્થ બળે વર્તમાનકાળમાં મન-વચન-કાયાથી, કરણ, કરાવણ અને અનુમોદનથી અને કોધમાન-માયા તથા લેભથી થનારા-કરાતાં પાપકર્મોને જે ભાગ્યશાળીએ સંયમિત અને વિરમિત કર્યા છે તે સંયત વિરત પાપકર્મો કહેવાય છે.
(૨) પ્રતિહત પાપકર્મા :–એટલે પાપને કે પાપમાર્ગોને સંયમિત કે વિરમિત કર્યા પહેલા બાંધેલા દીર્ઘકાલીન સ્થિતિ તથા તીવ્ર રસવાળા કર્મોને સમ્યફચારિત્ર અને જ્ઞાન વડે જે પુણ્યશાળીએ સ્થિતિ અને રસમાં ઘટાડો કર્યો હોય તે પ્રતિહત પાપકર્મો કહેવાય છે.