________________
શતક ૧૭મું : ઉદ્દેશક-૧
પ્રારભ્યતે :
૧૭ સંખ્યક ઉદ્દેશાઓથી પૂર્ણ પ્રસ્તુત ૧૭મા શતકના પ્રારંભમાં શાસનપતિ ભગવંત મહાવીરસ્વામીને, ગૌતમ ગણધરને, સુધર્માસ્વામીને, તથા ઉપશમિત મેહકર્મના માલિકને દ્રવ્ય તથા ભાવવંદના કરીને આ શતકનું વિવેચન કરવાને પ્રારંભ કરું છું. જેમાં કુંજર, સંય, શેલેશી, ક્રિયા, ઈશાન, પૃથ્વી, પાણી, વાયુ, એકેન્દ્રિય, નાગકુમાર, સુવર્ણ કુમાર, વિઘુકુમાર અને અગ્નિકુમારનું વર્ણન છે.
રાજગૃહી નગરીમાં આ ઉદેશે ચર્ચા છે. જે ભૂમિ પર શાસનપતિ ભગવાન મહાવીર સ્વામીના ૧૨ ચાતુર્માસ (વર્ષાવાસ) થયા છે. અનેકાનેક ભાગ્યશાળીઓએ સંવરધર્મ–સમિતિ ગુપ્તિધર્મપૂર્વકને સંયમમાર્ગ સ્વીકાર કર્યો છે. જ્યારે કેટલાક ભાગ્યશાળીઓ દેશવિરતિ ધર્મને સ્વીકારી પાવન થયા છે, મોક્ષદાયિની સત્તાના સૂત્રમાં બંધાયેલા જૈન સંઘના સ્થાપક ભગવાન મહાવીરસ્વામી હતાં. જૈન સંઘના સિંચક ગણધર ગૌતમસ્વામી હતાં. જૈન સંધના વર્ધક ગણધર સુધર્માસ્વામી હતાં. જૈન સંઘના રક્ષક પ્રચંડ શક્તિસંપન્ન શ્રેણિક મહારાજા હતાં. જૈન સંઘના પાલક ચતુબુદ્ધિસંપન્ન અભયકુમાર મહામંત્રી હતાં. જૈન સંઘના ભાકારક ધન્ના અને શાલીભદ્રો જેવા હતાં. જૈન સંઘના યશકીર્તિવાધિકા મૃગાવતી, જયંતી, ચંદનબાળા જેવી મહાસતીઓ હતી. જૈન સંઘના અવગ્રહદાયિકા, ભદ્રા, રેવતી, સુલસા આદિ સન્નારીઓ હતી. જૈન