________________
_ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સંઘના આરાધક પુણિયા શ્રાવક, જીર્ણ શેઠ જેવા પુણ્યશાળી શ્રાવકે હતાં. ઈત્યાદિક પુણ્ય પવિત્ર ભાગ્યશાળીઓથી શોભતી તે રાજગૃહી નગરીમાં એક દિવસે ભગવાન મહાવીરસ્વામી ચતુર્વિધ સંઘ સાથે પધાર્યા, સમવસરણની રચના થઈ અને ધર્મોપદેશ થયે. ઉદાસી હાથીની ગતિ-આગતિ માટેની વક્તવ્યતા ?
તે સમયે કુણિકરાજા કાજલના પર્વત સદશ હાથી પર સવાર થઈને વંદન કરવા માટે આવ્યા અને ધર્મોપદેશ સાંભળે. તે રાજાની ગજશાળામાં ઉદાયી અને ભૂતાનન્દ નામના બે હાથી સારા હોવાથી ગૌતમસ્વામીએ ભગવાનને પૂછયું કે, હું પ્રભે! આ રાજાને ઉદાયી હાથી અત્યારના પિતાના હાથી અવતારમાં કઈ ગતિને ત્યાગ કરીને આવ્યા છે?
જવાબમાં ભગવતે કહ્યું કે, આ હાથીને જીવાત્મા આનાથી પહેલા ભવમાં ભવનપતિ નિકાયને અસુરકુમાર દેવ હતું, જે ત્યાંથી પિતાનું આયુષ્ય સમાપ્ત થયેહાથીના અવતારને પામે છે.
અહીંથી મરીને ક્યાં જશે?
આ હાથી પોતાનું આયુષ્ય સમાપ્ત થયે સાગરેપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળી પહેલી રત્નપ્રભા નામની નરક પૃથ્વીમાં ઉત્પન્ન થશે, ત્યાંથી સીધે મહાવિદેહ ક્ષેત્રમાં જઈ દીક્ષા લેશે, થાવત્ નિર્વાણ પામશે.
ગૌતમ ભૂતાનન્દી હાથી માટે પણ ઉદાયીની જેમ સમજવું.