________________
३७७
શતક ૧૭ મુંઃ ઉદ્દેશક-૧ તાડવૃક્ષ પર ચડનારને કેટલી ક્રિયાઓ લાગે ?
હે પ્રભે! કોઈ પુરુષ તાડના વૃક્ષ પર ચડીને તેને હલાવે, ડાળને હલાવે કે તાડફળને નીચે પાડે તે તેને કેટલી ક્રિયાઓ લાગશે ?
જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! તેને પચે કિયાઓ લાગશે. કેમકે જ્યાં પ્રાણાતિપાતિકી ક્રિયા હોય ત્યાં આગળની કાયિકી, અધિકરણિકી, પ્રાàષિકી અને પારિતાપનિકી ક્રિયાઓ પણ હોય જ છે. પણ આગળની ચારે હોતા પ્રાણાતિપાલિકી હોય અથવા ન પણ હોય. તાડવૃક્ષ પર ચડવું, ડાળો કૂદવી, હલાવવી, આદિ બધી ક્રિયાઓમાં પ્રાણાતિપાતિકી રહેલી જ છે. કેમકે Bp સ્જિ ટ્રા મૂઝાતાપિ વીથrfન એટલે કેઈ પણ પ્રત્યેક વૃક્ષના મૂળથી લઈને થડ, મોટી ડાળી, નાની ડાળ, પાંદડા, પુષ્પ, ફળે અને તેના બીજેમાં જુદા જુદા જી રહેલા છે. જેમકે ઝાડને મૂળજીવ જુદો, મોટી ડાળને તેનાથી જુદો, નાની ડાળને તેનાથી જુદો. એક એક પાંદડે એક એક જીવ, ફળને જીવ તથા તેની એક એક પાંખડીમાં જુદા જુદા અને ફળમાં તથા તેમાં રહેલા એક એક બીજમાં જી જુદા જુદા હોય છે. આ પ્રમાણે એક ઝાડમાં આપણાથી કેઈ કાળે ન ગણાય તેટલા જ જીનેશ્વરદેવે કહ્યાં છે, માટે જ છે ગૌતમ! ડાળને, નાની ડાળને, પાંદડાને, ફળને, ફૂલેને તેડવા, ફેડવા, કાપવા, કપાવવા, છુંદવા વાટવામાં સર્વત્ર જીવહિંસા રહેલી છે, જે પાપ છે, તથા ઝાડોને કપાવીને કેલસા પડાવવાં કે તેને વ્યાપાર કર મહાપાપ છે. ઝાડ ઉપર ચડનારે માણસ થડ ઉપર પગ મૂકીને ચડે છે. ડાળે હાલ્યા વિના