________________
શતક ૧૬ મું : ઉદ્દેશક-૧૦ અવધિજ્ઞાન માટેની વક્તવ્યતા છે - હે પ્રભે ! અવધિજ્ઞાન કેટલા પ્રકારે છે? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! અવધિજ્ઞાનના બે ભેદ છે જે પ્રજ્ઞાપના સૂત્રથી જાણી લેવા માટે ભલામણ કરી છે. ભવપ્રત્યયિક અને ક્ષાપશમિક (લબ્ધિપ્રત્યયિક) રૂપે અવધિજ્ઞાનના બે ભેદ છે. દેવ અને નરકગતિના પહેલા પ્રકારમાં છે અને પંચેન્દ્રિય તિર્યંચે અને મનુષ્ય બીજા ભેદમાં છે, કેમકે અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી તે અવધિજ્ઞાન થાય છે.
ભગવંતની વાણી સાંભળીને ગૌતમસ્વામી પ્રસન્ન થયા અને કહ્યું કે સંપૂર્ણ દેષ રહિત તીર્થકરેના વચન સત્ય છેસર્વથા સત્ય છે.
શતક ૧૬ ને ઉદેશ દસમે પૂર્ણ.
$
TJI