________________
શતક ૧૬ મું ઉદ્દેશક-૫
૩૫૧ દેવલેકમાં બે દેને ઉત્પાદ થયે. તેમાં એક દેવ માયામિથ્યાદષ્ટિસમ્પન્ન અને બીજે અમાયી સમ્યકત્વસમ્પન્ન હતો. એક સમયે મિથ્યાત્વી દેવે બીજાને એટલે કે સમ્યક્ત્વી દેવને આ પ્રમાણે કહ્યું કે – પરિણામ પામતા પુદ્ગલે પરિણત કહેવાય?
પ્રશ્નપરિણામ પામતા પુદ્ગલે પરિણત નથી, પરંતુ અપરિણત છે. હજી તેમનામાં પરિણામ પામવાની ક્રિયા ચાલુ છે, માટે તેમને પરિણત કહેવા તે ઠીક નથી. કેમકે પુદ્ગલે પરિણમે છે. આ કથનથી વર્તમાનકાળને બોધ થાય છે, ભૂતકાળને બોધ થતું નથી. વર્તમાનકાળને વંસ થયા પછી ભૂતકાળ બનતે હોવાથી તે બંનેમાં વિરોધાભાસ રહેલે છે; માટે પરિણામ પામતા પુદ્ગલે અપરિણત છે.
જવાબ–ઉપર પ્રમાણેની વાત સાંભળીને જવાબમાં સમદષ્ટિ દેવે કહ્યું કે જે પુદ્ગલે પરિણામ (ફેરફાર) થવાની ક્રિયાવાળા છે, તે પરિણત જ કહેવાય છે, પણ અપરિણત કહેવાતા નથી. જેમાં પરિણામ થઈ રહ્યો છે ત્યાં “પરિણતત્વને પણ સદૂભાવ હોય જ છે. નિભાડામાં પકાવવા માટે ઘડા છે. યદ્યપિ આ કિયા લાંબા કાળે સમ્પન્ન થશે તે પણ પરિણત ક્રિયા ચાલુ થઈ ગયેલી હોવાથી સૌ કેઈને ભાષાવ્યવહાર ઘડા પાકે છે. આવા પ્રકારને જ હોય છે. પહેલા સમયમાં પાક ક્રિયા ન થાય તે બીજા સમયે પણ તેમાં પાક કિયા શી રીતે થાય? પ્રથમ સમયમાં જેટલા અંશે પરિણત થાય છે થાવત્ છેલા સમયે પણ પરિણત થવાની ક્રિયા ચાલુ જ છે, માટે પ્રથમ સમયનું પરિણમન ભૂતકાળમાં થઈ ગયેલું છે, બીજા સમયમાં તે ચાલુ જ છે, તે દષ્ટિએ વર્તમાનકાળ હેવાથી