________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
નાંધ :-કોઇ પણ સ્ત્રી કે પુરુષને પોતાની ઈચ્છા પ્રમાણે દેવાની આરાધનના મળે કે રાત્રે ગમે તેટલી કલ્પનાએ કરવા માત્રથી સ્વપ્નાએ કાઇને આવ્યા નથી, આવતા નથી કે આવશે પણ નહી. એ તે કેવળ તમારા ભાવી ભાવના સૂચક છે, માટે તમારી ભાગ્યની બેંકમાં પુણ્યકમાં કે પાપકર્માના ખજાના ભર્યાં હશે, મૈત્રીભાવ કે શત્રુભાવ કેળવ્યા હશે, હિંસક કે અહિંસક્ર વૃત્તિના તમે સ્વામી હશે!, તે અનુસારે જ તમને સ્વપ્નાઓ આવશે. માટે હું પણ “ ત્રિશલા રાણીની જેમ ૧૪ સ્વપ્નાએ જોઉં ” આવી ઠગારી કલ્પનાઓમાં રચ્યા પચ્યા રહેવા કરતાં હું પણ તે ત્રિશલા રાણી જેવું શીયળવતુ, સત્યવતુ, અહિંસાવતુ અને દયા-દાનપૂર્ણ જીવન બનાવું, આ અત્યંત સરળ અને સ્વચ્છ માગ છે.
૩૬૨
અરિહૅતાના શાસન પ્રત્યે શ્રદ્ધા હોય તે આટલું તા આપણે જાણીએ છીએ કે તીર્થંકરા યાવત્ પુણ્યશાળી જીવા દુરાચારી, જૂઠા, કલેશ-કંકાસ કરનારા કે પાપ ભાવનાવાળાએની ખાનદાનીમાં પ્રાયઃ કરી જન્મતા નથી, માટે સ'સારમાં સુખી અને સમાધિપૂર્વક જીવન જીવવાનો શ્રેષ્ઠમાગ છે કે સ્વપ્નાઓના, જ્યેાતિષિઓના, મંત્રવાદીઓના, કે તંત્રવાદીએના ભરાસે હનુમાન, વસ્તુપાલ, તેજપાલ, મહાવીરસ્વામી, ચંદનબાળા આદિ જેવા સંતાન રત્નાની આશા રાખવી તેના કરતાં પેાતાના ગૃહસ્થાશ્રમી જીવનમાં મર્યાદાપૂર્ણાંકનું બ્રહ્મચર્યવ્રત, પરસ્ત્રીગમનના સર્વથા ત્યાગ, ખાનપાનની શુદ્ધિ, રહેણીકરણીની પવિત્રતા સાથે સત્યભાષણ અને સત્યવ્યવહાર રાખવા, આનાથી અતિરિક્ત જૈન શાસનની આરાધના ખીજી કઈ ડાઈ શકે?