________________
શતક ૧૬ મું: ઉદ્દેશક-૫
૩૫૩ ઘણા માણસો કુટાકાર શાળામાં પ્રવેશે છે અને સમાઈ જાય છે, તેમને દેવની દ્ધિ તેના શરીરમાં પ્રવેશી ગઈ છે. ગંગદતને પૂર્વભવ :
ગૌતમના પૂછવાથી ભગવંતે કહ્યું કે આ જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નગર છે, સહસ્ત્રાગ્ર વન અને ઉદ્યાન છે, ત્યાં ગંગદત નામે ગાથાપતિ રહેતું હતું. તે આલ્ય અને અપરા ભવનીય હતે. રસેડામાં બધાએ જમી લીધા પછી વધેલું ભેજન દીન-દુઃખીઓને દેવાનું હતું. તે સમયે મુનિસુવ્રત નામના અરિહંત ભગવાન વિહાર કરતાં ત્યાં પધાર્યા અને ગંગદતે પણ સ્નાન કરી આભૂષણોને ધાર્યા તથા મોટા પરિવાર સાથે અરિહંત ભગવાન પાસે આવ્યું. ભગવંતે દેશના આપી. ધર્મોપદેશ સાંભળીને ગંગદતે કહ્યું કે મને નિગ્રંથ પ્રવચન રુચે છે, હું તેના પ્રત્યે વિશ્વાસ રાખું છું. યાવત્ મારા પુત્રને મારો વ્યવહાર સંપીને આપશ્રી પાસે મુનિ પદ લેવા તૈયાર છું. આ પ્રમાણે કહીને મોટા ઠાઠમાઠથી તેણે દીક્ષા લીધી. અગ્યાર અંગોને અભ્યાસી બન્યા. એક મહિનાની સંખના કરી તથા બધાએ કર્મોની આલેચના પ્રતિકમણ-પ્રાયશ્ચિત આદિ કરીને કાળધર્મ પામ્ય અને મહાશુક્ર દેવલેકમાં ઉત્પન્ન થયે તથા પાંચ-પર્યાપ્તિઓથી પર્યાપ્ત થયું. (ભાષા તથા મનઃ પર્યાપ્તિને એક કરી પર્યાપ્તિ પાંચ કહી છે અન્યથા છની સંખ્યા છે) તે દેવની ૧૭ સાગરોપમની સ્થિતિ કહી છે. પછી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મીને સિદ્ધ-બુદ્ધ થઈ નિર્વાણ પદને પામશે. આ પ્રમાણે ગંગદતનું જીવન સાંભળીને ગૌતમસ્વામી આદિ ખૂશ થયા
શતક ૧૬ નો ઉદ્દેશો પાંચમો પૂર્ણ annananinananana