________________
૩૫૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સ્વપ્નાઓ કેને આવે?
હે પ્રભે! શું તે સ્વપ્નાઓ સુતેલાને આવે છે? જાગૃતને આવે છે? કે સુતા જાગતાઓને આવે છે?
જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! સુતેલા (ઘેર નિદ્રા)ને કે જાગૃત માણસને સ્વપ્નાઓ આવતા નથી, પણ કાંઈક ઉંઘ આવતી હોય અને કાંઈક જાગૃતિ હોય તેવાઓને સ્વપ્નાઓ આવે છે.
સારાંશ કે સ્વપ્નમાત્ર પ્રાણીને જ હોય છે. કેમકે તેમને આધાર મન અને ઇન્દ્રિયે હોવાથી અને તેમને ધારક જીવ જ હોય છે, અજીવ હોતું નથી. આ કારણે જીવને જ સ્વપ્નાઓ આવે છે. જે જીવ છે તે કર્માધીન છે અને કર્મોને ભૂત, ભવિષ્ય તથા વર્તમાનકાળ સાથે સંબંધ છે, તેથી ભૂતકાળના ભેગવેલા પદાર્થોના વિકલપ જીવ જ કરતે હોય છે, અથવા ભાવી કાળમાં જે સુખ-દુઃખે, સંગે અને વિયોગના દ્વન્દો ભેગવવાના હોય ત્યારે પણ તેને સૂચિત કરનારા સ્વપ્નાઓ જીવને આવે છે.
' અષ્ટાંગ નિમિત્તશાસ્ત્રમાં સ્વપ્નશાસ્ત્ર પણ એક સબળ નિમિત્ત છે, જે દ્વારા માનવને પોતાના ભાવીનું સૂચન થતાં સાવધાન થવામાં વાર લાગતી નથી. અને સાવધાન માનવ જ “ સ્વસ્થ” એટલે કે બહિરાત્મ મટીને અન્તરાત્મ બને છે, ત્યારે શરીર સાથેના સંબંધનું આધ્યાન નતું નથી, અને આ ધ્યાનથી બચવું એ જ ધર્મસંજ્ઞાનું આદિ (મૌલિક) કારણ છે. નાનનું વાચન છે તથા અરિહં તેની ભક્તિને સૂચન કરનારૂ છે