________________
३०४
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ બે, કે મારી તેલેશ્યાથી ગશાળાને કાંઈ પણ થયું નથી. અંગ-પ્રત્યંગને પણ હાનિ થઈ નથી. માટે હે પ્રભો! હું જાણી શક્યો છું કે આવા અગ્ય શિષ્ય ઉપર પણ આપશ્રીની કૃપાદૃષ્ટિ જ કારણ બની છે. દયાના અવતાર સમા હે પ્રભે ! આપશ્રીને મારી વંદન છે.
હે ગૌતમ! ત્યાર પછી તે ગશાળે મારી પાસે આવ્યું અને કહ્યું કે હે ભગવન્! આ તાપસે જે તે જેલેશ્યા મૂકી તેની વિધિ શું છે? ભવિતવ્યતા બલવતી હશે. ગૌતમ! મેં કહ્યું કે
મુઠ્ઠી વાળ્યા પછી આંગળા ઉપર જેટલા અડદના દાણ રહે તે છ મહિના સુધી ખાવા અને અંજલી પ્રમાણે પાણી પીવું. આમ છઠ્ઠને પારણે છઠ્ઠ કરી પારણમાં ઉપરને વિધિ કરે. જેથી તેલેસ્થાની સિદ્ધિ થાય છે અને પિતાના ગરજ પૂરતી તે વાતને ગોશાળાએ સ્વીકાર કર્યો.” ત્યાર પછી કૂર્મગ્રામથી સિદ્ધાર્થનગર તરફ જતા વચ્ચે તલનો છોડ જઈને પૂર્વોક્ત વાતને યાદ કરતે અને કરાવતે ગૌશાળે તે છોડને જુએ છે, જેમાં સાત તલે એક કળીમાં હતાં. તેથી તેને ભવિતવ્યતાને સિદ્ધાંત અને વનસ્પતિના છની જેમ બધા જ પુનઃ તે જ શરીરમાં ઉત્પન્ન થાય છે તેવી માન્યતા પ્રત્યે તે ગોશાળે શ્રદ્ધાળુ બન્યું. ત્યાર પછી લાગટ છ મહિના સુધી છઠ્ઠને પારણે છઠું કરી અડદના પારણાથી તેલેશ્યાની સિદ્ધિ થઈ અને દિશાચરે પાસેથી અષ્ટાંગ નિમિત્ત દ્વારા તેણે પિતાને મઠ જૂદો જમાવ્યું છે.
ગૌતમ! તારા પૂછવાથી શાળાની હકીક્ત કહી છે. ભૌતિક જ્ઞાનથી મદોન્મતે થયેલે તે જિન નથી, કેવળી નથી, અહત નથી.