________________
શતક ૧૬ મું ઉદ્દેશક-૨
૩૪૧ સાવધ ભાષા અને નિરવ ભાષા માટે કહ્યું કે જ્યારે 'ઈન્દ્રો પિતાના મુખ સામે ઉતરાસન કે રૂમાલને રાખીને બેલે
છે ત્યારે તે નિરવ ભાષા છે અને મુખ આગળ કાંઈ પણ રાખ્યા વિના બોલે ત્યારે તેમની ભાષા સાવદ્ય કહેવાય છે. તે ઈન્દ્રો ભવસિદ્ધિક અને સનસ્કુમારની જેમ ચરમ ભવવાળા છે.
કર્મો ચેતાકૃત છે કે અચેતાક્ત છે?
હે પ્રભે! જીવ જે કર્મોને બંધ કરે છે તે પિતાની ચેતનાથી કરે છે કે અચેતનાથી? સારાંશ કે જીવન પ્રદેશ સાથે ચૂંટેલા કર્મો શું છપાર્જિત છે કે અજી પાર્જિત ?
જવાબમાં ભગવતે ફરમાવ્યું, હે ગૌતમ! એ જે કર્મોને બાંધ્યા છે, તે પિતાની ચેતના-જાણકારીથી જ બાંધ્યા છે.
હે પ્રભે! આપ એવું ક્યા કારણે ફરમાવે છે કે જીવ જ કર્મોને ઉપાર્જક છે, અજીવ નથી.
ભગવંતે કહ્યું કે જે આહાર માટે જે પુદ્ગલેને સંચય કરે છે, અવ્યક્ત અવયવ શરીરથી સંચિત કરેલા તથા વ્યક્ત અવયવરૂપથી ઉપસ્થિત કરેલા પુદ્ગલ તેને આહારાદિરૂપે પરિણમિત થાય છે અને આહારાદિરૂપથી ગ્રહણ થયેલા તે પુદ્ગલે જીવોને જ્ઞાનમાં સારી રીતે પરિણામ પામે છે, માટે કહેવાયું છે કે કર્મો આત્મા વડે જ કરાયેલા હોય છે.
જે કર્મો ઉદયકાળે અશાતારૂપે થાય છે એટલે કે જીવાત્માને અશાતા દુઃખ આદિ ઉત્પન્ન કરનાર કર્મથી જે પુદ્ગલે ગ્રહણ થાય છે તે ફરીથી અશાતાને જ કરનારા થાયે છે.