________________
૩૪૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ થાય છે, હે ગૌતમ! તેટલા પ્રમાણની નિર્જરા નારક છે હરહાલતમાં પણ કરી શકતા નથી. સારાંશ કે ડું શરીરકષ્ટ ભોગવીને પાપના દ્વાર સર્વથા બંધ કરનાર, સમિતિ ગુપ્તિના ધારક, સત્તર પ્રકારના સંયમ પાલક, આત્મધ્યાનમાં મસ્ત રહેતા મુનિરાજે જેટલા પ્રમાણમાં નિજર કરવા માટે સમર્થ બને છે, તેટલી નિર્જરા ધણું ઘણું કષ્ટ ભેગવીને પણ જેમના પાપના દ્વાર સર્વથા ઉઘાડા છે, હલન-ચલન, ભેજન–પાણી, ઉઠવુંબેસવું આદિ સર્વથા હિંસક છે તેવા અવિરતિના માલિક નારકે કરોડ કે કેટકેટી વર્ષોમાં પણ કર્મોની નિર્જરા કરી શકવા માટે સમર્થ થતા નથી.
દષ્ટાંતમાં કહેવાયું છે સર્વથા અશક્ત, ઈન્દ્રિયોથી શિથિલ કરચલીઓ પડેલે, વૃદ્ધ માણસ ઓછી ધારવાળા કુહાડા વડે ગાંઠવાળુ કઠણ, લાકડું જેમ ઘણા લાંબા કાળમાં પણ કાપી શકતું નથી, તેવી રીતે નારક જીના કર્મો પણ અત્યંત ગાઢ થયેલા મહા ચિકણું હોવાથી, ભયંકરમાં ભયંકર વેદના ભેગવવા છતાં પણ શીઘ્રતાથી નિજરિત થતા નથી. માટે ગૌતમ! મેં એમ કહ્યું છે કે નિગ્રંથ શ્રમણે બહુ નિર્જરાવાળા હોય છે, તેમની તુલનામાં નારકે બહુ જ થોડી નિર્જરા કરે છે.
નોંધઃ કર્મોની નિજેરાનું મૂળ કારણ, નવા બંધાતા કર્મોના દ્વાર સમિતિ ગુપ્તિ ધર્મ વડે બંધ કરવા, છ કાયના જીવાનું મનવચન અને કાયાથી રક્ષણ કરવું, પિતાની કાયાની માયાને પણ ત્યાગ કરે, તે ઉપરાંત જૂના કર્મોને ખપાવવા માટે નિર્ભુજ, સાત્તિવક તપશ્ચર્યા કરવી, જેથી કર્મોની નિર્જરા શીઘ્રતાથી થાય છે, જે જૈન મુનિઓને સુલભ છે. કેમકે ભર્યા ભાદરવા જેવી ગૃહસ્થાશ્રમીને જ્ઞાન અને વૈરાગ્ય