________________
૩૪૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩
(૧) દેવેન્દ્રાવગ્રહ-દક્ષિણ અને ઉત્તર લેાકામાં ઇન્દ્રાવગ્રહ છે. (૨) રાજાવગ્રહ-છ ખંડ પૃથ્વી પર ચક્રવર્તી રાજાના અવગ્રહ છે. (૩) ગાથાપતિ અવગ્રહ-માંડલિક રાજાના અવગ્રહ.
(૪) સાગરિકાવગ્રહ—જે મકાનમાં સાધુ મહારાજ રહે તે શય્યાતર એટલે સાગરિકાવગ્રહ. (૫) સાધર્મિક અવગ્રહ–સમાન ધવાળા સાધુ મહારાજના
અવગ્રહ.
ઉપર પ્રમાણેની વક્તવ્યતા સાંભળીને ઇન્દ્રે કહ્યું કે હું પ્રભા ! જે આ સાધુ-સાધ્વીએ વિહાર કરે છે તેમને હું અવગ્રહની આજ્ઞા આપું છું. એમ કહીને પ્રભુને વંદન-નમન કરીને પાલક વિમાનમાં બેસી પેાતાના સ્થાને ગયા. દેવેન્દ્રની ભાષા માટેની વક્તવ્યતા :
તે કાળે તે સમયે ગૌતમસ્વામીએ ભગવંતને પૂછ્યું, હે પ્રભો ! દેવરાજ શક્રેન્દ્રે આપ શ્રીમાનને જે કહ્યું તે સાચુ છે? ભગવતે ‘હા’માં જવાબ આપ્યા છે.
હે પ્રભો ! ઇન્દ્ર મહારાજાએ શું સ્વરૂપથી સમ્યક્ત્વવાદી છે કે મિથ્યાવાદી છે ? એટલે કે વસ્તુના યથાર્થીને ખેલવું તે સત્યવાદી અને વિપરીત ખેલવુ' તે મિથ્યાવાદી.
વાબમાં ભગવંતે કહ્યું કે, દેવેન્દ્ર શક સત્યવાદી હાય છે પણ મિથ્યાવાદી નથી.
પુનઃ ગૌતમસ્વામીના પૂછવાથી પ્રભુએ કહ્યું કે શક્રેન્દ્ર નીચે પ્રમાણેની ચારે પ્રકારની ભાષા લે છે. સહ્યા, અસત્યા, સત્યામૃષા અને અસત્યામૃષા.