________________
શતક ૧૬ મું : ઉદ્દેશક–૩ જ્ઞાનાવરણીયના વેદન સમયે કેટલી પ્રકૃતિ હોય છે?
રાજગૃહી નગરીમાં ધર્મોપદેશ થયા પછી, ગૌતમસ્વામીએ પૂછયું કે, હે પ્રભે! આપ શ્રીમાને કર્મોની પ્રકૃતિઓ કેટલી કહી છે?
જવાબમાં ભગવંતે કહ્યું કે જીવના જેટલા અધ્યવસાયે હોય છે, કર્મો પણ તેટલા જ છે, પરંતુ તે બધાઓને સમાવેશ આઠ સંખ્યામાં થઈ જતા હોવાથી હે ગૌતમ! મારા શાસનમાં કર્મો આઠ જાતિના છે.
બહુવચનને લઈને પૂછયું કે જીવાત્માઓને કર્મપ્રકૃતિઓ કેટલી કહી છે?
પરમાત્માએ કહ્યું કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાયરૂપે કર્મોની આઠ પ્રકૃતિએ નારદંડકથી લઈ વૈમાનિક જેમાં હેય છે.
હે પ્રભે! જે સમયે જીવને જ્ઞાનાવરણીય કર્મનું વેદન થઈ રહ્યું હોય તે સમયે જીને કેટલી કર્મપ્રકૃતિમાં હોય છે? સૂત્રકારે પોતે પ્રજ્ઞાપના સૂત્રના ૨૭ મા ઉદેશાથી આ પ્રકરણ જાણી લેવા કહ્યું છે, તે આ પ્રમાણે. જીવને જ્યારે જ્ઞાનાવરણીય કર્મને ઉદય વર્તતે હોય છે ત્યારે તે સમયે આઠે કર્મોને પણ ઉદય જાણી લે, પરંતુ મેહક્ષયી કે મેહપશમી આત્મા મેહકર્મને છેડીને સાત પ્રકૃતિનું વેદનદી રહ્યો હોય છે,