________________
૩૩૦
શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહે ભા. ૩
નિમિત મળે તે પાપા તરફ નજર જાય તે સ્વાભાવિક છે. પરંતુ નિમિત ન હાય ત્યારે પાપ શી રીતે લાગે ? જવાખમાં જૈન શાસન કહે છે કે અનંત સંસારમાં રખડતાં અને અગણિત શરીરને ધારણ કરતાં જીવાત્માએ અનંતાનંત પાપા કર્યાં છે, તે બધાએના સંસ્કાર તે આત્મા ઉપર પડેલા છે. આ પ્રમાણે અશુભ કર્મોના બધાએ સંસ્કારોને સાથે લઈ ફરનારા આત્માને કોઇપણ ભવમાં તે સંસ્કારોની યાદ આવ્યા વિના રહેવાની નથી, કારણ કે જે કાંઈ પાપા કર્યાં છે તે જાણકારીપૂર્વક નિષ્વસ પરિણામથી મન-વચન-કાયાવડે કરાયેલા હાય છે. તે કારણે જે જીવાત્માને વૈરાગ્ય થયા નથી તેના માટે ભવભવાંતરથી ઉઘાડેલા પાપાના દ્વાર આજે એટલે આ ભવમાં પણ ઉઘડેલા જ છે. માટે જીવાત્માને પાપાનું સેવન કરતાં, ભાગવતાં અનેતે માટેના પ્રયત્ના કરતાં કેટલી વાર લાગવાની હતી?
પ્રશ્નોત્તરનું હાર્દ એટલું જ છે કે જ્યાં સુધી જીવાત્મા જાણીને જ્ઞાન વૈરાગ્યપૂર્વક, પાપાને પાપ સમજીને તેમનાં દ્વાર બંધ ન કરે ત્યાં સુધી તે સાધક અમે તેવી સ્થિતિમાં વિદ્યમાન છતાં પણ પાપાના ઉપાર્જનથી અટકી શકે નહી. આ પ્રશ્નોત્તર કેવળ લુહાર સંબંધી જ છે, પરંતુ ઉપચારથી સુતાર, ધાબી, માળી, ઘાંચી, મેાચી, ભંગી, કાળી માદિ અસ ંખ્યાત અવતાર પણ સમજી લેવાના છે, તથા કરેલા કે કરાવેલા કરતાં પણ અનુમાદેલા પાપા પણુ આત્માને ભયંકર નુકશાનકારક હાય છે.
પેાતાના આત્મા સાથે વિરતિનું પરિણમન નહી કરનારા દ્રવ્યવિરતિધરા પૌષધ કે પ્રતિક્રમણમાં બેઠેલા હેાવા છતાં પણ ઘણીવાર ન જણાય, ન અનુભવાય તેવા પાપોની અનુમેાદના કરતા જ હેાય છે. જેમ કે “ વર્ષાદ પાણી કેવા સરસ ? ફલાણા