________________
શતક ૧૬ મું : ઉદ્દેશક-૧
-
૩૨૯
આદિ છે. આ બધા જુદા જુદા જુના શેષ રહેલા પુગેલેથી બનેલા હોય છે, જેમકે ભઠ્ઠી અને પાણીની કુંડી પૃથ્વીકાયિક પગલેથી બની છે, સાણસે, સળીઓ, એરણ, હથોડે આદિ પૃથ્વીકાયાન્તર્ગત લેહધાતુથી બન્યા છે, ધમણ કઈ પંચેન્દ્રિય પશુના ચામડાની બની છે. ઇત્યાદિક બધી વસ્તુઓના નિર્માણમાં તે પદાર્થો જેના પગલે જ છે કેમકે પુદ્ગલ માત્ર જીવથી ત્યજાયેલું હોય છે પ્રશ્નને હાર્દ આ પ્રમાણે છે કે લુહારની ભઠ્ઠીમાં પડેલા લેખંડને સાણસા કે સળીયા વડે ફેરવનારને પાંચે ક્રિયાઓ લાગે છે, તેવી રીતે ભઠ્ઠી, સાણસ આદિ પુદગલે જે જીના શેષ રહ્યાં હશે તે જીવાત્માઓ અત્યારે ચાર ગતિમાં ગમે ત્યાં હશે, તેમને પણ પાંચે કિયાઓ લાગ્યા વિના રહેતી નથી. | નેધ–આ વિષયને લગતે વિસ્તાર પહેલા અને બીજા ભાગમાં ચર્ચાઈ ગયું છે, ભાવ એક જ છે કે હિંસા-અહિંસાનું આટલું ઊંડું તત્વજ્ઞાન જૈન શાસન સિવાય બીજે ક્યાંય નથી, માટે તીર્થંકરદેવ યોગીઓના, મહાતપસ્વીઓના મહાજ્ઞાની. એના તેમજ મહાપંડિતોના પણ નાથ છે, સ્વામી છે, સેવ્ય પૂજ્ય છે અને સદૈવ આરાધ્ય છે.
પાપ અને પાપસ્થાનકે અનંતાનંત હોવા છતાં તે બધાઓને સમાવેશ તીર્થંકર પરમાત્માઓએ ૧૮ની સંખ્યામાં કર્યો હોવાથી પાપસ્થાનક ૧૮ કહેવાય છે. તેમાં પણ સૌથી મોટામાં મેટું પાપ મિથ્યાત્વનામનું છે, જેનાં કારણે અજ્ઞાન ગ્રંથિઓનું છેદન નહીં થયેલું હોવાથી જીવાત્માને. ગમે ત્યાંથી ગમે તે પ્રસંગે, કે નિમિતે, અથવા નિમિતે વિના પણ બીજા બધાએ પાપસ્થાનકેનું સેવન કરતાં વાર લાગતી નથી