________________
શતક ૧૬ મું : ઉદેશક-૧ ઉપક્રમ :
૧૪ ઉદ્દેશાઓ સાથેનું ૧૬મું શતક રાજગૃહી નગરીમાં ચર્ચાયું છે. જેમાં અધિકરણી, જરા, કર્મ, યાવતિક, ગંગદત, સ્વપ્નાઓ, ગ, લેક, બલિઅવધિ, દ્વીપ અને દિશા આદિના પ્રકરણે છે.
અધિકરણી: લેખંડની બનેલી હોય છે. જેના ઉપર લુહાર ગરમા ગરમ થયેલા લેખંડને મૂકીને હથેડાથી ટીપે છે, તેને અધિકરણ કહેવાય છે. પ્રશ્નને હાર્દ એ છે કે હે પ્રભે ! લાલ સુરખ (ગરમા ગરમ) થયેલા લોખંડને એરણ ઉપર (અધિકરણ ઉપર) મૂકીને લુહાર હડાથી કે ધનથી ટીપે છે, તે સમયે એરણ ઉપર વાયુકાયની ઉત્પત્તિ થાય છે?
જવાબમાં ભગવતે કહ્યું કે, ગૌતમ! તે સમયે હથેડાના ઝપાટાથી વાયુકાય ઉત્પન્ન થાય છે. ઉત્પત્તિ સમયે અચેતન તે વાયુ પછીથી સચેતન બને છે અને હથેડા આદિના શસ્ત્રથી પૃષ્ટ થઈને મૃત્યુને પામે છે, પણ સ્પષ્ટ થયા વિના મરતે નથી. વાયુકાયમાંથી મરતે તે વાયુકાય શરીર સાથે અને શરીર વિના પણ મરે છે. જ્યાં સુધી જીવ મેક્ષમાં ન જાય ત્યાં સુધી તૈજસ અને કાર્મણ શરીરનું સાહચર્ય હોવાથી સશરીર મરે છે અને ઔદારિક આદિ શરીર વિના મારે છે, માટે અશરીર મૃત્યુ પામે છે, સારાંશ કે બીજી ગતિમાં જતે જીવાત્મા શરીરી જ કહેવાય છે અને બીજી અપેક્ષાએ અશરીરી છે.