________________
૩૨૦
રિહાર ક
વિને બીજી અવધિર
'શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ એટલે બધે જબરદસ્ત હતું જેનાથી તે રાજા કેવળ વ્યવહાર પૂરત છે કે તમારી વાત સાચી છે અને હવે તેમ નહીં કરું.
તે કાળે તે સમયે વિમલનાથ અર્હતના પ્રશિષ્ય, જાતિસંમ્પન્ન, છઠ્ઠને પારણે છઠ્ઠ કરનાર, મતિ-શ્રુત અને અવધિજ્ઞાનના સ્વામી, તેલશ્યાને પ્રાપ્ત કરેલા “સુમંગળ’ નામના મુનિરાજ બાહ્યોદ્યાનમાં આતાપને લઈને વિહરે છે. તે સમયે વિમલરાજાની સવારી ત્યાંથી જઈ રહી હતી અને મુનિ પર રાજાની નજર પડી. રોષે ભરાયેલા રાજાએ રથના અગ્રભાગની જોરદાર ઠોકર મુનિને લગાડીને મુનિને નીચે પાડી દીધા. માંડમાંડ ઊભા થયેલા મુનિને બીજી વાર ઠેકર લગાડીને પાડ્યાં ત્યારે ઊભા થયેલા મુનિરાજે પિતાના અવધિજ્ઞાનને ઉપગ મૂક્યો અને સત્યાર્થ જાણીને મુનિએ રાજાને કહ્યું કે તમે વિમલ કે દેવસેન રાજા નથી, પણ ગતભવમાં મુનિઓના હત્યારા શાળા નામે મહાવીરસ્વામીના શિષ્ય હતા, જે સમયે તમે સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ જેવા પરમ તપસ્વી મુનિઓને તેજેલેશ્યાથી દગ્ધ કર્યા પણ મુનિઓ તમારા પ્રત્યે રુષ્ટ થયા નથી. પરંતુ હું તમને, રથને અને ઘેડાઓને તથા સારથિને તેજેશ્યાથી ભસ્મ કર્યા વિના રહીશ નહિમુનિની વાત સાંભળીને રોષે ભરાયેલા રાજા ત્રીજી વાર મુનિને ઠોકર મારી પાડી નાખશે, માંડમાંડ ઉભા થયેલા તે મુનિ પિતાની તેજેલેશ્યાથી તે બધાને બાળીને ખાખ કરશે, ત્યાર પછી મુનિ સ્વસ્થ થઈને પશ્ચાતાપ કરતા પિતે વિશેષ પ્રકારે તપમાર્ગે ચડી, છઠ્ઠ, અઠ્ઠમ, દશ ઉપવાસે વડે આત્માને ભાવિત કરી અનશન આદરશે અને ૬૦ ટંકનું ભેજન ત્યાગીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં જશે, ત્યાંથી મહાવિદેહ જશે અને પરિનિર્વાણ પામશે.