________________
૩૨૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તળેટીમાં બેભેલ સન્નિવેશમાં બ્રાહ્મણને ત્યાં કન્યારૂપે જન્મ લેશે. યુવાવસ્થામાં આવતાં તે કન્યાને સારા માણસ સાથે, કરિયાવરપૂર્વક પરણાવી દેવામાં આવશે, જ્યારે તે ગર્ભવતી બનશે ત્યારે પિયરથી આવેલા ભાઈ સાથે પિતાના પીયર જતી તે સ્ત્રી (શાળાને જીવાત્મા)ને જંગલમાં લાગેલે અને ભડકેલે દહ સતાવશે અને અગ્નિમાં, બેમેતે રીબાઈ રીબાઈને મરીને અગ્નિકુમારમાં દેવપર્યાયને મેળવશે. ત્યાંથી મનુષ્યાવતારમાં સમ્યગદર્શન મેળવવા માટે ભાગ્યશાળી બનશે અને દીક્ષા લેશે, પણ ચારિત્ર મેહનીયની તીવ્રતાના કારણે સંયમની વિરાધના કરશે અને અસુરકુમાર પુનઃ મનુષ્ય-દીક્ષા સંયમવિરાધનામાં મરીને દક્ષિણ દિશાના નાગકુમાર દેવપર્યાયને મેળવશે. પુનઃ મનુષ્ય, સંયમ-વિરાધના, સુપર્ણ દેવપર્યાય, ફરીથી મનુષ્ય, સંયમ વિરાધના અને વિઘુકુમાર દેવ અને મનુષ્ય અવતારમાં ઘણે લાંબો કાળ પૂર્ણ કરશે અને ત્યારપછી શ્રમણધર્મની વિરાધનાથી બચશે ત્યારે સૌધર્મ દેવકને પર્યાય મેળવશે. પુનઃ મનુષ્ય અવતાર, સમ્યક્ત્વ અને શ્રમણધર્મની શુદ્ધ આરાધના કરી સનકુમારત્વ મેળવશે. આ પ્રમાણે ઠેઠ આરણ દેવલેક સુધી સમજવું. ફરી મનુષ્ય અને સર્વાર્થ સિદ્ધ વિમાન, ત્યાંથી એવીને મહાવિદેહ ક્ષેત્રમાં ધનાઢ્ય દિપ્ત, અને તેનાથી પણ ગાંજ્યો ન જાય તેવા કુળપુત્ર રૂપે અવતરશે. ત્યાં પૂર્વભવેની અનુભૂતિ થતાં શ્રમણુધર્મ સ્વીકારીને તે સમયે તે સૌની સામે એમ કહેશે કે હે “આર્યો! હું પહેલા કઈક ભવમાં ગોશાળા નામેહતે જ્યાં શ્રમણ હત્યારે, મુનિઓનો નિંદક બન્યું હતું અને છદ્મસ્થાવસ્થામાં રીબાઈ રીબાઈને મરણ પામી ઘણે લાંબે સંસાર મારા ભાગ્ય લખાણો હતે. માટે હે ભાગ્યશાળીઓ ! તમે કેઈપણ કાળે જૈન શાસનના આચાના-મુનિઓના વૈરી-વિધી-દિક બનશે મહિ અને કઈ