________________
શતક ૧૫ મું : ઉદ્દેશક-૧
૩૨૩
પણ મુનેિની મશ્કરી–અવહેલના–તિરસ્કાર પણ કરશે નહિ, અને દૃઢપ્રતિજ્ઞ નામના કેવળી ( ગેાશાળાના ભવ ) કર્માંના ક્ષય કરીને નિર્વાણ પામ્યા.
નોંધ:-અરિહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય-પન્યાસ-મુનિસાધ્વી, જૈન પ્રવચન અને સંઘ આદિ જગમ તીથ છે, જ્યારે શત્રુજય-સમ્મેતશિખર આદિ સ્થાવર તીર્થો છે. કોઈક સમયે મુખ્યરૂપે અને બીજા સમયે ગૌણરૂપે અથવા અમુક જીવને મુખ્યરૂપે અને અમુક જીવને ગૌણરૂપે આ બંને તીર્થો આત્મ કલ્યાણ કરાવનારા, આશ્રવમાન ત્યાગ કરાવીને સંવરધને મેળવનારા ચાવત્ સર્વે કર્મોના સમૂળ ક્ષય કરાવીને મેાક્ષની પ્રાપ્તિમાં પણ જૈન તી સિવાય બીજું એકેય સાધન નથી.
શુદ્ધ અને સમ્યક્ત્વથી વાસિત :
મન-વચન અને કાયા જેમ આરાધના માટે સાધન છે, તેમ મિથ્યાત્વ મેહ-કષાય અને પુરુષ વેદાદિ કારણેાથી બગાડી દીધેલા મન વચનાદ્વિ વિરાધનાના જ કારણ બને છે.
ગેાશાળા વિદ્વાન હતા, તીથંકર પરમાત્માના શિષ્ય અને કેટલાય વર્ષો સુધી અતિદેવની સાથે જ રહ્યો હતા, પણ લાયકાત કેળવ્યા વિનાના મુનિ અરિહંતના મહાવ્રતાને આત્મસાત્ કરી શકયો નથી, માટે મહાવીરસ્વામી પ્રત્યે બાહ્ય અને આંતર રાગ વિનાના ગોશાળા હૈયાના કઠોર, ક્રૂર અને કારાધાકાર જેવા જ રહેવા પામ્યા અને જેમ જેમ દિવસે વધતા ગયા તેમ તેમ તેનાં જીવનમાં કૃષ્ણલેશ્યા પણ મર્યાદાતીત થઇ. પરિણામે