________________
શતક ૧૫ મું ઉદ્દેશક-૧
૩૧૯ રાખવામાં આવશે. સારા મુહૂતે તેને રાજ્યાભિષેક થયા પછી તે હિમવાન પર્વત જે શૂરવીર થશે અને પૂર્ણભદ્ર તથા મણિભદ્ર નામના બે દેવતાઓ તે રાજાની સેનાનું સંચાલન કરનારા થશે. આ વાતની ખબર જ્યારે જનતાને પડશે ત્યારે બધી જનતા મળીને તે રાજાનું બીજું નામ દેવસેન” રાખશે અને તે નામે જ તેની પ્રસિદ્ધિ થશે. ત્યારપછી ચાર દંતશૂલવાળે શંખ જેવા ઉજજવળ એક હાથીની પ્રાપ્તિ થશે અને તે પર બેસીને તે રાજા હરશે ફરશે અને તેમ કરતાં તે વધારે દીપી ઊઠશે. ત્યારે જનતા મળીને તેનું ત્રીજું નામ “વિમલવાહન” (પહેલા ભવને શાળ) નામે સંબેધાશે.
પિતાના ગત ભવમાં માયાના શેતાન નશામાં ચકચૂર થઈને સેવેલે, વધારે અને નિકાચિત કરેલે મિથ્યાત્વમેહનીય કર્મને ઉદય, વિમલવાહન રાજાના અવતારમાં જેમ જેમ આવતે જશે, વધતો જશે તેમ તેમ તે રાજા જૈન મુનિઓને નિંદક બનશે. તેમની મશ્કરી કરનારે થશે, તેમને ધિક્કારતા જશે, તેમના ગમન-આગમનમાં અંતરાયે ઉભા કરશે, કેટલાક મુનિઓના શરીર તથા અંગેપગેનું છેદન કરશે, મારી નખાવશે, કેટલાકના વસ્ત્ર–પાત્ર–કપડા આદિ લૂંટી જશે, ચેરી જશે, તે વસ્તુઓને ફાડી નાખશે, તેડી નાખશે અને કેટલાક મુનિઓને નગર બહાર કરવા માટેના હુકમે કરશે, દેશ બહાર કાઢશે. આ બધી હકીકતને જોયા પછી જનતામાં ભારે રોષ થશે અને બધા આગેવાને ભેગા મળીને રાજાને મળશે અને સવિનય વિનંતી કરશે કે હે રાજન ! પરમ પવિત્ર મુનિઓ સાથે અભદ્ર, અસભ્ય અને હિંસક વ્યવહાર તમારે ન કરવો જોઈએ, કેમકે કલ્યાણ-મંગળ એવા મુનિઓને સંતાપવામાં પિતાનું કલ્યાણ અને મંગળ હણાઈ જાય છે પણ મિથ્યાત્વને તાવ