________________
શતક ૧૫ મું ઉદ્દેશક-૧
૩૧૭ બેશક ! એક પ્રાન્તમાં બોલાતા શબ્દને અર્થ બીજા પ્રાન્તમાં જૂદો હોઈ શકે. જેમકે “ટટ્ટી-કુચા” આદિ શબ્દો ગુજરાત પ્રાન્તમાં બેલી શકાય છે પણ કચ્છ દેશની બાઈ સામે આ શબ્દ બોલવાની હિંમત કરશે નહી, અન્યથા ૨-૪ ગાળે ખાવા સિવાય છૂટકારે નથી. આ જ પ્રમાણે
કપત” જેમ કબુતરને વાચક છે તે કપોતને કેળું પણ કહે છે. કુકડ શબ્દ જેમ કુકડાને વાચક છે તેમ તેને અર્થ બીજે પણ છે. અને હું જે ન ભૂલતે હેઉં તે પંજાબમાં કૂકડીને “મકાઈ' પણ કહે છે.
આ કારણે શબ્દોને પ્રવેગ ગમે તે રીતે થયેલ હોય તે પણ પ્રકરણ ઇતિહાસ અને વ્યક્તિ વિશેષને લઈને જ તેનો અર્થ કરવાનું હોય છે.
મહાવીરસ્વામી દયાની મૂર્તિ છે, અહિંસાના પૂર્ણાવતારી છે, કટ–કીડી, મચ્છર આદિ ક્ષુદ્ર જંતુઓના પણ રક્ષક છે. ધ્યાનાવસ્થામાં પિતાના એકેય અંગને ચલિત કરનારા નથી, ચાલતી વખતે પણ સાડા ત્રણ હાથની અતિરિક્ત ક્યાંય પણ નજર કરનારા નથી તેવા ભગવાનને પૂર્વભવના અસાતા વેદનીયના કારણે દાહ જવર થયો હોય ત્યારે ઠંડા ઉપચાર વિના બીજે એકેય ઉપચાર કામમાં આવતો નથી. માટે કપત એટલે કેળું જે આજે પણ આગ્રા, દિલ્હી, શિવપુરી જેવા ઉષ્ણ દેશમાં તેમાંથી બનેલા પેઠા ખાવાને રિવાજ છે, જે ઠંડા હોય છે, તેવી રીતે બીજેરું પણ ઠંડુ છે. આ વિષય ઉપર ભૂતકાળમાં ઘણી ચર્ચા થઈ ગઈ છે, માટે આટલામાં જ સમાપ્ત કરી હવે આગળ વધીએ..