________________
૩૧૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કેવળ ઉપદેશક નહીં પણ પાલક પણ હતા, તેથી રેગવિશેષમાં પણ યદિ મહાવીરસ્વામીએ માંસને ઉપયોગ કર્યો હેત તે આજે પણ જૈન ધર્મના અનુયાયીઓમાં માંસને પ્રચાર જરૂર રહ્યો હોત, ઇતિહાસ સાક્ષી આપે છે કે માંસાહાર કરનારી ક્ષત્રિય, બ્રાહ્મણ આદિ જાતિઓમાંથી દીક્ષિતશિક્ષીત થઈને જૈનાચાર્ય પદને શોભાવનારા એક નહીં પણ અનેક આચાર્યો અને મુનિઓ ભૂતપૂર્વમાં થયા છે. પરંતુ તેઓમાંથી પણ કેઈ જૈનાચાર્યે માંસાહાર કર્યો હોય તે દાખલે સંસારને કોઈ પણ માનવ બતાવી શક્યો નથી તેથી જાણું શકાય છે કે ભગવાન મહાવીરસ્વામી સંપૂર્ણપણે એટલે કે મન-વચન અને કાયાથી પૂર્ણ અહિંસક હતા. જ્યારે બુદ્ધદેવે માંસને ઉપયોગ કર્યો છે, માટે આજે પણ તેમના અનુયાયીઓ માંસાહારી છે, જે પૂરા સંસારને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
સૌ કોઈને સર્વથા અશક્ય અને અસહ્ય ઉપસર્ગોને સહન કરનારા ભગવાન મહાવીરસ્વામી માંસનું ભજન કરે તે કઈ કાળે પણ બની શકે તેમ નથી, અને તેમ છતાં પણ પ્રસંગાનુસારે વાત કરવી હોય તે માંસાહારનું ભેજન સર્વથા ગરમ જ હોય છે, તેમાં પણ કબુતર અને કુકડાઓનું માંસ તે સર્વથા ગરમ છે, ઉષ્ણતાને વધારનારા છે, પિતને ભડકાવનાર છે અને રક્તવિકારને શામક નહીં પણ વર્ધક છે.
તેજલેશ્યાના પ્રકોપથી ઉષ્ણુતા વધી ગયેલી હોય અને ઝાડામાં લેહી પડતું હોય ત્યારે કંઈ પણ જમાનાને સર્વથા મૂર્ખ વૈદ્યરાજ પણ કેઈને માંસાહાર કરવાનો આગ્રહ તે દૂર રહ્યો પણ સલાહ દેવાની પણ હિંમત કરતા નથી. આવી સ્થિતિમાં ભગવાન કબુતર અને કુકડાનું માંસ ગેરીમાં લાવે અને ખાય તે કેઈ કાળે પણ ન બની શકે તેવી હકીક્ત છે.