________________
૩૧૪:
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ શરીરના કારણે મારે સિંહ નામને અંતેવાસી અણગાર શેકાતુર બનીને રડી રહ્યો છે, માટે તમે તેની પાસે જઈને તે સિંહમુનિને મારી પાસે બોલાવી લાવે. આજ્ઞાનુસારે શ્રમણે ત્યાં ગયા અને સિંહને બેલાવીને મહાવીર સ્વામી પાસે લઈ આવ્યા. ભગવંતને ત્રણ પ્રદક્ષિણા કરી વન્દન નમન કર્યા અને સન્મુખ બેસી ગયેલા સિંહમુનિને પ્રભુએ કહ્યું કે, હે સિંહમુનિ મારા શરીરની દશા જોઈને તેને જે દુઃખ થયું છે તે માટે જાણવાનું કે હું છ મહિનામાં મરવાને નથી પણ તે પછી સાડા પંદર વર્ષ સુધી કેવળી તરીકે જીવતે રહેવાને છું. તે કારણે બધી ચિંતા છોડ અને મેંઢિક ગ્રામમાં રેવતી નામની ગાથાપત્ની(ધનાઢ્યની પની)ને ત્યાં જઈને મારા માટે બનાવેલા વનસ્પતિ વિશેષ બે કપત શરીર આધાકમાં દોષવાળા હોવાથી લેશે નહિ. પણ વાયુનાશક બીજોરાપાક વહેરશે, જેથી હું રેગમુક્ત થઈશ. ભગવંતની આટલી સ્પષ્ટ વાત સાંભળીને હર્ષિત થયેલે સિંહમુનિ મુહપત્તિ આદિ પાત્રની પ્રતિલેખના (પડિલેહન) કરીને રેવતી શ્રાવિકાને ત્યાં ગયે. પિતાને ત્યાં પધારેલ મુનિરાજને “ધર્મલાભ” શબ્દ સાંભળીને ખુશખુશ થયેલી રેવતી વિનયવિવેકપૂર્વક મુનિરાજની સામે સાત-આઠ પગલા સુધી આવી. વન્દના આદિ કરીને આવવાનું કારણ પૂછતાં મુનિરાજે મહાવીરસ્વામીની આજ્ઞા ફરમાવી, અને કેવળજ્ઞાનીને જ્ઞાન પ્રત્યે પૂર્ણ વફાદાર રેવતીએ રસોડામાં જઈને બીજોરાપાકના વાસણને લઈ બહાર આવી અને શુદ્ધ શ્રદ્ધા પૂર્વક તે પાક મુનિરાજના પાત્રમાં વહેરાવતા રેવતી રાજ થઈ, જેનાં કારણે દેવગતિનું આયુષ્ય ઉપાર્જન કર્યું. પાંચ દિવ્ય પ્રગટ થયા, કેવળ પાંચમા દિવ્યમાં એટલું વધારે જાણવાનું કે “રેવતીએ અરિહંતેને દાન આપવાથી પિતાને