________________
૨૯૨
- શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અને સ્થાવર, વિલેન્દ્રિય મનુષ્ય તથા તિર્યંચોના પગલે સુખકારી અને દુઃખકારી પણ હોય છે. શેષ દેવને અસુરકુમારની તુલ્ય જાણવાં. સૂર્યપ્રભા માટેની વક્તવ્યતા :
પિતાના ગુરુ શ્રી મહાવીરસવામીના ચરણોમાં અનન્ય શ્રદ્ધા રાખનારા ગૌતમસ્વામીએ ઉદય પામતા સૂર્યને લાલ રંગને જોયા પછી તેમને શંકા થઈ અને પરમાત્મા પાસે આવીને વંદન-નમસ્કારપૂર્વક કહ્યું કે, હે પ્રભે! સામે દેખાતો સૂર્ય છે? અને તેને અર્થ શું છે? જવાબમાં ભગવંતે કહ્યું કે, હે ગૌતમ! સૌને પ્રત્યક્ષ દેખાતે આ સૂર્ય શુભ સ્વરૂપવાળે પદાર્થ છે, કેમકે તેમનું વિમાન પૃથ્વીકાયિક હોય છે અને આતપ નામની પુણ્ય પ્રકૃતિના ઉદયવાળો હોય છે, માટે લેકમાં સૂર્ય પ્રશસ્ત તથા જ્યોતિષ ચંદ્રના કેન્દ્રરૂપ મનાય છે અને ક્ષમા, તપ, ત્યાગ તથા યુદ્ધ ગતિમાં શૂરવીરેને માટે હિતકારક છે, તેની પ્રભા અને લેશ્યા પણ શુભ છે. મનિ ભગવંતેની તેજેલેક્ષા માટેનું કથન
શ્રદ્ધા સંવેગથી પરિપૂર્ણ ગૌતમસ્વામીએ પરમાત્માને પૂછયું કે, “પાપ કર્મોથી સર્વથા વિરત થયેલા આ મુનિરાજે પિતાની સંમારાધનાથી ઉત્પન્ન થયેલી તેજલેશ્યાના કારણે કોને ઉલ્લંઘન કરે છે? એટલે કે સંયમના ચર્યામાં આગળ વધતાં મુનિરાજેનું આત્મિક સુખ કેનાથી વધારે હોય છે?
જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ!
એક માસના દીક્ષા પર્યાયવાળા મુનિસની તેજેલેશ્યા ( સખાસીક) વનવ્યંતર દેવેની લેહ્યા કરતાં અધિક હોય છે,