________________
૩૦૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ' હે ગૌતમ! તે સમયે પ્રથમ માસક્ષમણના પારણું નિમિત્તે તંતવાયની શાળામાંથી બહાર આવી રાજગૃહી નગરીને ઉચ્ચ નીચ અને મધ્યમકુળના ઘરમાં ભિક્ષાચર્યા માટે ભ્રમણ કરતાં વિજય’ નામના ગાથાપતિના ઘરે આવ્યા. મને જોઈને ઘણે જ ખુશ થયેલે તે ગાથાપતિ પિતાના આસન પરથી ઊભા થઈને પાદુકાઓને પગથી બહાર કાઢીને ઉતરાસનપૂર્વક સાત ડગલા મારી સામે આવ્યું. વંદન, નમન કરીને ખૂબ જ પ્રેમભાવથી મને પારણુ કરાવ્યું એટલે કે –
દ્રવ્ય શુદ્ધ-ઉદ્ગમાદિ દોષ રહિત આહાર. દાયક શુદ્ધ-આશંસાદિ દોષ રહિત દાતાના શુભભાવ. પ્રતિગ્રાહક શુદ્ધ-આહાર લેનાર શુદ્ધ હોય.
આ ત્રણે પ્રકારની શુદ્ધિ સાથે મન-વચન અને કાયા તથા કૃત, કાતિ અને અનુમોદિત દાન વડે મને પ્રતિલાભિત કર્યો અને ઉત્તમોત્તમ દાન વડે વિજય ગાથાપતિએ દેવગતિનું આયુષ્ય બાંધી સંસારને અલ્પ કર્યો. પાંચ દિવ્ય થયા. તે સમયે રાજગૃહીના ત્રણ રસ્તા–ચાર રસ્તા આદિ સ્થળોએ લેકે ભેગા થઈને આ પ્રમાણે કહેવા લાગ્યા, વિજય ગાથાપતિ ધન્ય છે, અભિલાષાઓ પૂર્ણ થવાથી કૃતાર્થ છે, પુણે પાર્જિત છે. તેથી તેને આ ભવ અને પરભવ સુધર્યા છે. કેમકે અરિહંતેને દાન દેવાથી આ પાંચ દિવ્ય ગાથાપતિને ત્યાં પ્રગટ થયા છે.
આ બધી વાતે જ્યારે મંડલી ગેનશાળે સાંભળી ત્યારે તે ગાથાપતિને ઘરે આવ્યે, વૃષ્ટિ થયેલા ધન પુષ્પાદિના ઢગલા જોઈ ખુશ થઈને બહાર આવ્યું અને મને જોઈને તે ગોશાળક