________________
૨૯૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જીવિત–મરણ આદિને કહેતે થેયે અને મોટા સમાજને આકર્ષિત કરી શક્યો. તેમાં શ્રીમતે, તેમની પત્નીઓ પણ આકર્ષાઈ અને ગે શાળાના અનુયાયી બની ગયા. યદ્યપિ સાધારણ જનતા સમજતી હતી કે ગોશાળ “જિન” નથી, તે પણ શ્રદ્ધા કરતાં અંધશ્રદ્ધા અને રાગ કરતાં દષ્ટિરાગ ઉપરાંત જે વ્યક્તિથી પિતાનું માન, મોટાઈ કે બીજા પ્રકારે પણ લાભ થતો હોય ત્યાં માનવના આન્તર ચક્ષુઓ બંધ થઈ જતાં ચામડાની આંખ જ કેવળ ઉઘાડી રહે છે. તેથી જ “જિન” નથી છતાં પણ જનતાને મોટો વર્ગ શાળાને જિન, તીર્થકર, સર્વજ્ઞ માનતે થયે અને તે પ્રમાણે જ વ્યવહાર કરવા લાગે. પછી તે ભક્તોની માયાને વશ થઈને ગશાળે પણ પિતાના શ્રીમુખે હું જિન છું, સર્વજ્ઞ છું.” ઈત્યાદિ શબ્દોને વ્યવહાર કરતે વધારે ગર્વિષ્ઠ બની ગયો હતો.
તે કાળે તે સમયે દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામી વિહાર કરતાં શ્રાવસ્તી નગરીમાં પધાર્યા અને સમવસરણમાં બિરાજમાન થઈને પર્ષદાને સત્ય-અસત્ય, સમ્યકૂવ-મિથ્યાત્વ, આદિને ધર્મોપદેશ આપી રહ્યાં છે.
તે સમયે ગૌતમસ્વામી છડૂ ને પારણે છઠ્ઠની તપશ્ચર્યા કરતા હતાં અને શ્રાવસ્તી નગરીમાં ભિક્ષાને માટે પધાર્યા. તે સમયે જનતાના મુખેથી સાંભળ્યું કે ગોશાળ જિન તરીકે વિચરી રહ્યો છે, તે સાંભળીને શંકાશીલ થયેલા ગૌતમસ્વામી ભિક્ષા પતાવીને સમવસરણ તરફ આવ્યા અને ગૌચરીની આલેચના કરીને પૂછયું કે હે પ્રભે! ગોશાળે શું જિન છે? અને હોય તે આ વાત શું સાચી હોઈ શકે છે?
જવાબમાં ભગવતે કહ્યું કે ગશાળ જિન નથી, અહંત