________________
રાતક ૧૪ મું : ઉદ્દેશક-૩
૨૫૫
બને તે માણસ ઘડીકમાં કલકતા, બીજી ઘડીએ મદ્રાસ, ત્રીજી ઘડીએ મુંબઈ, ચેથી ઘડીએ મહુડીના ઘંટાકર્ણ પાસે, પાંચમી ઘડીએ નાકેડાના ભેરૂજી પાસે, છઠ્ઠી ઘડીએ નરેડાની કે વાલકેશ્વરની પદ્માવતીદેવી પાસે, સાતમી ઘડીએ
તિષી મહારાજ પાસે, આઠમી ઘડીએ વાસક્ષેપ નિક્ષેપકે પાસે પ્લેનમાં કે પગે ચાલીને રખડતે હોય છે. તેવા સમયે તે કેઈની સાથે આંખ મેળવવાને માટે કે ગુરુઓને વિનય કરવા માટે પણ ક્ષમતા રાખી શક્તા નથી. આ જ રીતે નારકે માટે પણ સમજી લેવું.
અસરકુમારાદિ દેવે હેવાના કારણે તેઓ એગ્ય વ્યક્તિએના સત્કારાદિ કરવા સમર્થ છે. જ્યારે પાંચે સ્થાવર અને વિકલેન્દ્રિય જેને નરકની જેમ જાણવા. પંચેન્દ્રિય તિયામાં વિનયાદિ હોઈ શકે છે, પરંતુ કેઈને આસનાદિ આપવું આદિ વિનય પ્રકાર તથા વ્યક્ત વચન અને હાથને અભાવ હેવાથી નથી હોતા.
બીજા દે અને મનુષ્યમાં વિનય પ્રકાર હોય છે.
દેવામાં પણ અવિનયકરણની વક્તવ્યતા
વિષય કષાયની ભાવનાને ઉપશમિત કરનારે આત્માને વિનય વિવેકની પ્રાપ્તિ સુલભ અને ચિરસ્થાયિની હાય. છે, અન્યથા ધનવૈભવથી માન, યુવાનીથી મદ, ઐશ્વર્યના અતિરેકથી ગર્વિષ્ઠતા, વિદ્વતાથી અહંકાર અને શરીરબળથી તૃપ્ત થઈને પિતાનાથી હીનનું અપમાન કરતાં તે જીવાત્માને વાર લાગતી નથી.