________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
૨૮૪
શાલવૃક્ષ વિશેષની વક્તવ્યતા :
ગૌતમસ્વામીએ લક્ષ્ય કરેલા અમુક જ શાલવૃક્ષ માટેના આ પ્રશ્ન હશે એમ અનુમનાય છે. હે પ્રભો ! સૂર્યના ધોધમાર તડકાને, 'ડીને, ગરમીને, વર્ષાને, ભૂખ-પ્યાસને સહન કરતા તથા વનવગડાની અગ્નિ વડે વારંવાર ખળતા રહેતા આ શાલવૃક્ષને જીવ મરીને કયાં જશે?
ભગવંતે કહ્યું કે ‘અહીંથી મૃત્યુ પામીને આ વૃક્ષને જીવ પુન: રાજગૃહી નગરીમાં જ શાલવૃક્ષરૂપે જન્મ ધારણ કરશે અને લોકો દ્વારા તે પૂજાશે, બહુમાનિત થશે, વંદને નમન કરાશે, રાજગૃહીની જનતા તે વૃક્ષના સત્કાર કરશે અને તે ઝાડ પણ સૌને ઉચિત ફળદાયી બનશે, દેવેનુ સાનિધ્ય મળશે તેમજ તેની આસપાસ લેાકેા છાણુથી જમીન લીંપશે, સજાવટ કરશે, ત્યાર પછી તે વૃક્ષના જીવ મરીને સીધે સીધે। મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યરૂપે જન્મીને યાવત સિદ્ધ-બુદ્ધ અને મુક્ત થશે. આ પ્રમાણે આ શાલયષ્ટિકા માટે પણ જાણવું.
આ ઉદુમ્બર યષ્ટિકા મરીને જમ્મુદ્વીપના ભારતવર્ષમાં પાટલવૃક્ષ રૂપે થશે, યાવત્ મનુષ્યાવતારે જન્મીને મેાક્ષમાં જશે.
નોંધ:-ભવભવાંતરમાં આત્મપ્રદેશા સાથે બંધાઈ ગયેલા કર્માની નિર્જરા થવા માટે જૈન શાસનમાં એ કાયદા છે. અકામ અને સકામ નિરા. સકામ નિર્જરા એટલે જાણીબુઝીને સમજ દારી પૂર્ણાંક અને માનસિક શક્તિને મજબૂત કરીને, ગુરુકુલવાસમાં રહી સ્વાધ્યાયમાં આત્માને લગાડી તપ તથા ત્યાગમાં આત્માને મસ્ત બનાવીને જે કર્માની નિર્જરા થાય છે તે સકામ નિરા કહેવાય છે. આ નિજ શ એટલી જોરદાર હાય છે કે સેંકડા, હજારા