________________
શતક ૧૪ મું: ઉદ્દેશક-૮
૨૮૯ પર્વતેમાં રહે છે. ઉત્તરકુરૂમાં નીલવત આદિ પાંચ દ્રહ છે તેને પ્રત્યેકના પૂર્વ પશ્ચિમ તટ પર ૧૦-૧૦ કાંચન પર્વતે છે. એટલે–કાંચન પર્વતની સંખ્યા ૧૦૦ની થઈ.
નોંધ –પ્રતિવર્ષ પર્યુષણના વ્યાખ્યામાં સાંભળીએ છીએ કે તીર્થંકર પરમાત્માના ચ્યવન અને જન્મ કલ્યાણક સમયે ઈન્દ્રની આજ્ઞાને માન્ય કરી કપાળ કુબેર તિર્યજંભક દેવને આજ્ઞા કરે છે અને તે મુજબ તે જંભક દેવે તીર્થકરેના ઘરે સુવર્ણ, ચાંદી, હીરા, મોતી, પુખરાજ, પ્રવાલ તથા વસ્ત્ર, ફળ આદિની વર્ષા કરે છે, જેથી પુણ્યકર્મની ચરમ સીમાને જોગવનારા તીર્થકરેના ઘર ધન ધાન્યથી પૂર્ણ રહે છે. પણ આ બધું ધન દે ક્યાંથી લાવે છે? કલ્પસૂત્ર સાક્ષી આપતાં કહે છે કે, કંજુસ, મહાકંજુસ તથા મનુષ્યભવનું દેવાળું કાઢીને નાગ, ઉંદરડા, સાપ, નળીયા આદિ ક્રૂર હિંસક અવતારને પામવાવાળા માણસો પિતાના પૈસા ટકાને
સ્મશાન, વન, ઝાડ, ચૂલા આદિ સ્થાનમાં ખાડો ખેદીને દાટી દે છે. તેવા પ્રકારના કમભાગી કંજુસેના ધનને દેવે ત્યાંથી બહાર કાઢીને તીર્થકરેના ઘરે વરસાવે છે. આ કારણે અનુભવી આચાર્ય ભગવંતે કહે છે કે “શ્રીમંતાઈ સંગ્રહ કરવા લાયક નથી પણ ગરીબને–જાત ભાઈઓને તથા સ્વામી ભાઈઓને આપી દેવામાં તારું કલ્યાણ રહેલું છે.'
શતક ૧૪ને ઉદ્દેશો આઠમે પૂર્ણ.
UR