________________
૨૮૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સહાયતા બંધ પડે ત્યારે સંયમારાધનથી બંધાયેલું ઉત્તમેત્તમ શાતા વેદનીયને ભેગવવા માટે આ દેવલોકમાં આવે છે. અહીં કામદેવના શેતાન નશા અને ક્રોધ, માન, માયા તથા લેભના રાક્ષસી પંજાઓ લગભગ સમાપ્ત થઈ ગયેલા હોવાથી સીમાતીત પુણ્યકર્મને ભેગવનારા બને છે. તેમની શય્યા પર ઝગમગ કરતો ચંદરે બાંધેલું હોય છે, તેની વચ્ચે વિજળીની જેમ ચમકારા મારતું ૬૪ મણનું મોતી લટકતું હોય છે. તેની ચારે બાજુ ૩૨-૩ર મણના ચાર મેતી, તેની ચારે બાજુ ૧૬–૧૬ મણના આઠ મેતી, તેની ચારે બાજુ ૮-૮ મણના ૧૬ મતી, અને તેની ચારે બાજુ ૪-૪ મણના બત્રીસ મેતી, પછી ૨-૨ મણને ૬૪ મતી અને ૧-૧ મણના ૧૨૮ મેતી લટકેલા હોય છે. આ પ્રમાણે તે ચંદરે અલૌકિક અને નયનરમ્ય બન્યા હોય છે, જ્યારે પવનની લહેર આવે છે ત્યારે એ બધા મેતી પરસ્પર અથડાઈને વચલા મેતીથી ટકરાય છે અને તેમાંથી રાગરાગણીપૂર્વકનું સંગીત સર્જાય છે. જેથી તે દેવની ભૂખ તરસ આધિ-ઉપાધિઓ અદશ્ય થાય છે, અને શાતવેદનીયની અપૂર્વ લહેરમાં તે દેવે ક્ષણે ક્ષણે અરિહંત અરિહંત, મહાવીરસ્વામી આ પવિત્રતમ શબ્દોનું રટણ કરતાં અપૂર્વ આનંદ ભોગવી રહ્યા છે.
નોંધ –દુઃખને ડુંગરાઓ જ્યારે માનવના માથા ઉપર તૂટી પડે છે અને પૂર્વના પુણ્યની કચાસના કારણે ભેગ અને ઉપભેગના ચાન્સ નથી મળતા ત્યારે તે અજ્ઞાની, જડ અને બદ્ધિના વારસદારે પણ પરમાત્માને યાદ કરે છે. પરંતુ માનવને માથા ઉપર જ્યારે સુખની પરંપરા ઉદીયમાન હોય, ચારે બાજુથી પુણ્યકર્મોની બોલબાલા હોય, શરીરે શાતા