________________
૨૭૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહભા ૩
લવસતમ દેવની વક્તવ્યતા :
મેક્ષની ભૂમિકામાં પ્રવેશ કરવા માટે ઉત્કૃષ્ટતમ સંયમની આરાધના કરનારા મુનિરાજોને પણ ઘણીવાર આયુષ્યકર્મની સહાયતા ન મળવાને કારણે વચમાં દેવલેકમાં વાસ કરવો અનિવાર્ય બને છે. કેમકે ઉત્કૃષ્ટતમ આરાધના પાંચ અનુતર દેવકને અપાવે છે. તેનાથી ઓછી આરાધના વૈમાનિક દેવલેકને મેળવી આપે છે. તેથી ઓછી આરાધના તિષી દેવકને આપે છે અને વિરાધનાપૂર્વકની સંયમારાધનાથી વ્યંતર દેવલેકમાં પ્રાપ્ત થાય છે તથા વિશેષ વિરાધનાપૂર્વકની સંયમારાધના કિલિબશિયા દેવકમાં સ્થાન અપાવનાર છે.
આ પ્રશ્નોત્તર સર્વોત્કૃષ્ટ આરાધના માટે હોવા છતાં પણ અને આયુષ્યકર્મની સત્તા પણ બળવતર હોવાથી મુનિરાજોને શિવમાગે જતાં વચ્ચે સ્ટેશન કરવાનું રહે છે. લાખ વર્ષોની સર્વોત્કૃષ્ટ સંયમની આરાધના અને મોક્ષની નિકટ આવેલા હોવા છતાં, કેવળ સાત લવ પ્રમાણુ આયુષ્યકર્મ કમ હોવાથી તેમને શરીર છોડવું પડે છે.
સાત લવની વ્યાખ્યા –અનાજની કાપણીમાં દક્ષતા ધારણ કરનારે કેઈક શક્ત માણસ પાકી ગયેલા, પીળા પડેલા, કાપવા લાયક બનેલા ડાંગરને જવને કે ઘઉંને ભેગા કરી મૂઠીમાં પકડીને, તીખા ધારવાળા દાતરડા વડે “અત્યારે જ કાપી નાખુ છે ? એમ કરી સાત સમયમાં તે કાપે છે. આ પ્રમાણે સાત સહી પ્રમાણ ધાન્યાદિકને કાપવામાં જેટલો સમય લાગે છે તે
સાત લવ પ્રમાણ કહેવાય છેએક મુઠ્ઠી પ્રમાણ એક લવ તેમ સાત મુઠ્ઠી પ્રમાણ સાત લવ જાણવા, સંયમની આરાધના