________________
૨૫૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સ્કંધરૂપે બે પ્રકારના છે. તેમાં દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ પરમાણુ શાશ્વત છે. કેમકે તેમને અંત નથી થતા.
પરંતુ તે પરમાણુ જ્યારે સ્કંધમાં મિશ્રિત થાય છે ત્યારે તે–પરમાણુરૂપે સંબંધિત થતું નથી, પણ પ્રદેશરૂપ નામાન્તરથી વ્યપદેશાય છે અને જુદા જુદા વર્ણાદિ પર્યાને લઈને સ્કધાન્તર્ગત પરમાણુ પણ–વર્ણ, ગંધ, રસ અને સ્પર્શાદિ પર્યાની અપેક્ષાએ રૂપાન્તર પામતું હોવાથી લાલ ઘડામાં રહેલે પરમાણુ લાલ ઘડા તરીકે સંબોધાય છે, અને તે જ પરમાણુ નિમિતને લઈ લાલ રંગને છોડે છે અને પીળા રંગને પ્રાપ્ત થાય છે. ત્યારે પીળા રંગે સંબોધાતો હોવાથી જુદા જુદા પર્યાની અપેક્ષાએ અશાશ્વત છે, માટે પર્યાયાસ્તિક નયે અશાશ્વત છે.
ધ: શુદ્ધ પરમાણુમાં જે દ્રવ્ય રહેલું હશે પછી ચાહે તે માટી દ્રવ્યનું, સુવર્ણ દ્રવ્યનું, વસ્ત્ર દ્રવ્યનું કે વનસ્પતિ આદિ દ્રવ્યનું હોય તે દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત છે. એટલે કે તે હમેશાં શાશ્વત પદાર્થ છે.
જૈન શાસનમાં પરમાણુ એક જાતના હોય છે કેમકે સૌમાં-એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ હોય છે. પરંતુ પ્રાગ કે વિશ્વસાકરણને લઈ જુદા જુદા નિમિત્તો મળતાં પરમાણુ જેવા સ્કંધમાં મિશ્રિત થાય છે તે અનુસાર પરમાણુ પણ જુદા જુદા પર્યાયામાં બદલતા રહે છે; જેમકે માટી દ્રવ્યમાંથી ઘડો બન્યા. આ ઘડામાં માટી દ્રવ્યનો જે શાશ્વત પરમાણુ હતો તે સ્કંધમાં મળતાં જ ઘડાના પર્યાયે સંબોધા. પછી ઘડો ફૂટ્યો ત્યારે દીકરાના પર્યાયે કહેવા છે અને તે ઠીકરા લાંબા કાળ સુધી ખાડામાં ક્યાંય દબાઈને