________________
શતક ૧૪ મુ' : ઉદ્દેશક-૪
૨૫૯
ઘણા લાંએ કાળ પસાર કર્યાં ત્યાં વળી કોઈ અદૃષ્ટ કારણે કોલસાના પર્યાયમાં પરિવર્તિત થયા. તેમાંથી હીરામાં રૂપાંતર થયેા. તેની ભસ્મ બનીને કોઈ સ્ત્રીના શરીરમાં આવીને લેહીરૂપે બનીને તે લેાહીથી માનવશરીરના પર્યાયમાં આવતા તે માટીદ્રવ્યના પરમાણુ બહુરૂપીની જેમ રૂપા બદલીને માનવશરીરમાં કામ આવ્યા છે. મનુષ્ય માં તેની રાખ બની અને તે રાખ પરમાત્મા જાણે ફરીથી કથા સ્ક'ધ સાથે મિશ્રિત થશે. આમ એક જ પરમાણુ કેટલાય પર્યાયામાં રૂપાંતર થાય છે માટે પર્યાયનચે અશાશ્વત કહેવાય છે. પરંતુ એટલું ધ્યાનમાં રાખવાનુ કે તેની અશાશ્વત અવસ્થા પર્યાયને આભારી છે.
આ કારણે ચરાચર સ'સારને સાક્ષાત્ કરનારા દેવાધિદેવ ભગવતે કહ્યું કે, તૃણથી લઈ આકાશ સુધીના દ્રબ્યા પોતાના દ્રવ્યત્વને લઈને શાશ્વતા છે અને પર્યાયાના કારણે અશાશ્વતા છે.
પરમાણુ ચરમ કે અરમ ?
પરમાણુ શાશ્વત હાવા છતાં પણ તેની ચરમતા અને અચરમતા સંબંધીના પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં ભગવંતે કહ્યું કે, તેના નિ ય ચાર પ્રકારે કરવાના રહેશે. (૧) દ્રબ્યાદેશથી (ર) ક્ષેત્રાદેથી (૩) કાળાદેશથી (૪) ભાષાદેશથી.
(૧) દ્રષ્યાદેશથી પરમાણુને અચરમ ફરમાવતાં ભગવતે કહ્યું કે, હે ગૌતમ ! કોઈ સ્કધભાવથી છૂટો પડેલા પરમાણુ કાળાન્તરે સ્કંધને ક્રીથી ન મળે તે ચરમ કહેવાય છે અને પુનઃ મળે તે અચરમ કહેવાય છે. દ્રબ્યાદેશથી આજના છુટા પડેલા પરમાણુ ફરીથી ગમે ત્યારે પણ પાછે તે સ્કધને મળશે. કેમકે સ’સાર અનંત છે, પરિણામેા અનંત છે અને પ્રયાગ