________________
શતક ૧૩ મુ’: ઉદ્દેશક-પ
૨૬૭
:
જીવના શરીરા તડ તડ થાય છે તથા રીમાઇને મનુષ્યલાકમાં કરેલા પાપાને યાદ કરે છે. ત્યાં તા તે અસુરા નારકોને ભઠ્ઠીમાંથી બહાર કાઢીને તેમના શરીરમાં મીઠું અને મરચું નાખે છે. ઘાવ પડેલા શરીરમાં મરચાં પડતાં જ બિચારા નારક પોક મૂકીને રડે છે. તે આ પ્રમાણે “ એ આપલીયા ! એ માવડી ! એ ધરવાળી મને બચાવા ! એ પ્રભુ ! હવે હું પાપ નહીં કરૂ, પરસીગમન નહીં કરૂ, શરાબપાન નહીં કરૂ', હવે મને મચાવે. ” પણ ત્યાં તમારો અવાજ સાંભળનાર કોઈ નથી. આ કારણે દયાના સાગર શાસ્ત્રકારોએ કહ્યું કે માનવ ! આવી રીતની વેદના તે તે અન તીવાર ભાગવી લીધી છે. હવે કાંઈક વિરામ પામ અને પાપના દ્વાર બંધ કરીને સચમધર્મ સ્વીકાર.
""
અસુરકુમારો માટે પણ નારકની જેમ સમજવું. વૈક્રિય શરીરધારી તે દેવા મનુષ્યલેાકમાં આવે છે. અગ્નિ વચ્ચે નીકળવા છતાં પણ મળતા નથી.
એકેન્દ્રિય જીવે જે અવિગ્રહ ગતિ સમાપન્નક છે તે સ્થાવર નામકર્મીના કારણે ગમન કરવાની શક્તિવાળા હાતા નથી માટે અગ્નિ વચ્ચે આવતા પણ નથી.
એઇન્દ્રિય જીવા ઔદારિક શરીરવાળા અવિગ્રહગતિ સમાપન્નક અવસ્થામાં અગ્નિની વચ્ચે મળી જાય છે. ત્રણ-ચાર ઇન્દ્રિયવાળા જીવા માટે પણ સમજવું.
પચેન્દ્રિય તિય "ચ-અવિગ્રહગતિ સમાપન્નક તિર્યંચા ઋદ્ધિ પ્રાપ્ત અને તેનાથી વિપરીત અમૃદ્ધિ પ્રાપ્ત કહેવાય છે. જે વૈક્રિય લબ્ધિયુક્ત હોય તે જો મનુષ્યલેકમાં હોય તે