________________
શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહે ભા. ૩
૨૭૪
તુ મારી સાથે લાંબા કાળથી અરૂંધાયેલા છે.
(૨) વિર સંયુøોસિ હૈ શોયમા! હે ગૌતમ ! ઘણા લાંબા કાળથી—ભવભવાંતરની માયામાં તું મારાથી ઘણીવાર પ્રશસાયેલેા છે.
(૩) વિર રિષિયોઽસ મે ગોયમા ! તારા મા પરિચય પણ ઘણા લાંબા કાળના છે, તને યાદ છે ગૌતમ ! હું જ્યારે કેટલાય ભવાંતરના ૧૮મા ભવમાં વાસુદેવ હતા ત્યારે તું મારે સારથી હતા. તે સમયે મારા હાથે ડાયેલા અને મરતા સિંહને તેં આશ્વાસન આપ્યું હતું.
(૪) વિર નુસિમોઽસ મે જોયમ! લાંબા કાળથી હે ગૌતમ ! તેં મારી પ્રીતિને પ્રાપ્ત કરેલ છે.
(૫) વિરાળુળસોઽસિ મે ગોયમા ! કેટલાય ભવાથી તમે મારા અનુગામી રહેલા છે.
( ૬ ) નિરાળુવત્તીસિમે શોમા! હે ગૌતમ ! તમે પણ ઘણા ભવાથી મારુ' અનુવન કરી રહ્યાં છે, હે ગૌતમ ! દેવલાકમાં અને મનુષ્યભવામાં આપણે અને કેટલીયેવાર સાથે સાથે રહ્યાં છીએ અને પ્રેમ ભરેલી દારડીમાં આપણે પરસ્પર બંધાઈ ગયેલા છીએ.
સમવસરણમાં આવી રીતે આજે જ દેવાધિદેવની પ્રેમભરેલી વાણી સાંભળીને ગૌતમસ્વામી પ્રસન્ન થયા છતાં પણ સાસની છાયા તેમનાં મુખ ઉપરથી અદૃશ્ય થઈ નથી, ત્યારે દયાના સાગર ભગવંતે કહ્યું કે હે ગૌતમ! મારા પ્રત્યે તને ઘણા જ સ્નેહ હાવાથી તું કેવળજ્ઞાન મેળવી શકયો નથી,