________________
२६८
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અગ્નિની વચ્ચે નીકળી શકે છે અને મનુષ્યલકની બહાર હોય તે ત્યાં અગ્નિને અભાવ છે. વૈકિય લબ્ધિના માલિક હોવાથી તેમની ગતિ શીધ્ર હોય છે માટે બળતા નથી. તથા અમૃદ્ધિપ્રાપ્ત તિર્યંચે અને મનુષ્ય બળી જાય છે. નારકની દશ પ્રકારે અનિષ્ટતા :
મનુષ્યાદિ ગતિમાં ઘેરાતિ ઘોર પાપકર્મો કરીને નરકગતિમાં ગયેલા નારકેને પાદિયથી ૧૦ પ્રકારના અશુભ સ્થાને ભેગવવાના હોય છે. તે આ પ્રમાણે – (૧) અનિષ્ટ શબ્દો –કડવા-કર્કશ શબ્દો સાંભળવાની ઈચ્છા
ન હોવા છતાં પણ નારક જીવને તેવા જ શબ્દો સાંભળવામાં આવે છે. જેમકે–પરમાધામી તથા પરસ્પર વૈરાનુબંધમાં ફસાયેલા નારકે એક બીજા પ્રત્યે આવી રીતને શબ્દવ્યવહાર કરે છે. “સામેવાલાને મારે, કુહાડા, બરછી આદિથી છેદી નાખે, ટૂકડે ટૂકડા કરે, બાળી નાખે, સાણસામાં ફસાવી લે, ભાલાથી વિંધી મારે; આવા શબ્દો જ્યારે ચારે બાજુથી કર્ણાચર થાય છે ત્યારે ભયના માર્યા તે બિચારા ભાગતા ફરતાં
હોય છે.” (૨) અનિષ્ટ રૂપે –પિતાને પણ ન ગમે તેવા બીભત્સ રૂપ
તેમને હોય છે. (૩) અનિષ્ટ ગંધ –પિતાના શરીરમાં પિતાને પણ ન ગમે
તેવી દુર્ગધ હોય છે. (૪) અનિષ્ટ રસ –શરીરના રસ બધાએ ખરાબ હોય છે.