________________
શતક ૧૪ મું : ઉદ્દેશક-૬ નારકાની પુદગલ વકતવ્યતા :
ગૌતમસ્વામીના પૂછવાથી પરમાત્મા મહાવીરસ્વામીએ નારકેની વક્તવ્યતા નીચે પ્રમાણે કરી છે. (૧) પુદ્ગલહારા-નરકગતિમાં રહેનારા નારક પુદ્ગલેને
આહાર કરનારા હોય છે. (૨) પુદ્ગલ પરિણામ–આહાર કરેલા પુદ્ગલેનું પરિણામ
પુનઃ પુદ્ગલ રૂપે હોય છે. (૩) પુદ્ગલ નિકા–તેમને ઉત્પન્ન થવાનાં સ્થાને શીત
અને ઉષ્ણારુપ નિ જ છે. (૪) પુદગલ સ્થિતિકા–તેમને નરકસ્થાનમાં રાખવાને માટે
આયુષ્યકર્મ જ કારણ રૂપ છે, જે પુદ્ગલ છે. (૫) કર્મોપગા–તેઓ મિથ્યાત્વાદિના કારણે જ્ઞાનાવરણીયાદિ
કમેં, જે પુદ્ગલ છે તેમને પ્રાપ્ત કરે છે. (૬) કર્મનિદાના-નરકગતિ પ્રાપ્ત કરવામાં કર્મોના નિયાણા જ
કારણ છે. (૭) પુદ્ગલ સ્થિતિકા-કર્મોને કારણે પર્યાપ્ત – અપર્યાપ્ત
આદિ પર્યાયાન્તર રૂપ વિપર્યાસને પ્રાપ્ત કરનારા છે.
ઉપર પ્રમાણેની વિગત વૈમાનિક સુધીના દેવે, સ્થાવરે, વિકલેન્દ્રિય અને તિર્યંચે તથા મનુષ્યમાં પણ ઘટાવી લેવી.
નારક જી વિચિ અને અવીચિ દ્રવ્યને આહાર કરે છે. સંપૂર્ણ આહાર કરતાં એક પ્રદેશન્યને આહારને વીચિ